ગુગલ પર સર્ચ કરી મોબાઇલની દુકાનોને નિશાન બનાવતો હતો, ક્રાઇમ બ્રાન્ચે તરસાલી વિસ્તારમાંથી નંબર પ્લેટ વગરની મોપેડ સાથે દબોચ્યો
ગુજરાત તથા મહારાષ્ટ્રમાં આવેલી મોબાઇલની દુકાનોને ગુગલ સર્ચ કર્યા બાદ તેમાં ચોરી કરી 50થી વધુ ગુનામાં ઝડપાયેલા આંતરરાજ્ય તસ્કરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આરોપી વડોદરાના અકોટા વિસ્તારની મોબાઇલ શોપમાંથી પણ સાડા છ લાખના મોબાઇલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેની પાસેથી ચોરી કરવાના સાધનો, એક્વિટા, બેમોબાઇલ અને રોકડ રકમ મળી 88 હજારનો મુદ્દામાલ રિકવર કરી જેપી રોડ પોલીસને સોંપી અમદાવાદ, સુરત, મુંબઇ અને અહમદનગર પોલીસને જાણ કરાઇ છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ અનડિટેક્ટ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા તસ્કરો અને ટેકનિકલ, સીસીટીવી હ્યુમન સોર્સિના આધારે ચોરી કરેલા મુદ્દામાલની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન નંબર પ્લેટ વગરની એક્ટિવા પર ઘરફોડ ચોરી કરનાર આવ્યો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ તેની શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન નોવિનો તરસાલ રોડ પર નંબર એક્ટિવા સાથે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપી પોલીસને જોઇને ભાગવાનો પ્રયાસ કરતો હતો. જેથતી પોલીસેને એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા તેનું પોતાનું રામનિવાસ ઉર્ફે રામા મંજુ ગુપ્તા (રહે. મહારાષ્ટ્ર, મુળ ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. તેની તથા એક્ટિવામાં તપાસ કરતા બે મોબાઇલલ તથા ચોરી કરવામાં વપરાતા સાધનો જેવા કે જેક, વાદરીપાનુ ડિસમીસ, પાના મળી આવ્યા હતા. તેની પાસે એક્ટિવાના કાગળીયા માગતા તે પણ ન હતા. જેથી કડકાઇથી પુછતાછ કરતા તેણે 14 વર્ષથી સાગરીતો સાથે મળી મુંબઇ, થાણે, રાયગડ, પુણે ખાતેના જુદાજુદા મકાનો તથા દુકાનોમાં રાત્રી દરમિયાન ચોરીના 50થી વધુ ચોરીઓના અંજામ આપ્યો હતો દરમિયાન અમદાવાદથી નંબર વગરની એક્ટિવા લઇને વડોદરા આવ્યા બાદ અકોટાની મોબાઇલ શોપમાંથી 6.50 લાખના મોબાઇલ અને રોકડની ચોરી કરીહતી. આરોપી રાત્રીના રેકી કર્યા બાદ મોટાભાગ મોબાઇલ શોપને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપયો હતો. તેની પાસેથી એક્ટિવા, મોબાઇલ 2, ચોરીના કરવાનો સામાન, રોકડા 8 હજાર મળી 88 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
– થાણેની જેલમાં પાંચ મહિના સજા કાપી છતાં સુધર્યો નહી
આરોપી પાંચ મહિના પહેલા થાણેની જેલમાંથી છુટ્યા બાદ નંબર વગરની પ્લેટ વગરની એક્ટિવા પર મુંબઇના નાલાસોપારા ખાતેના વાઇનશોપ બારમાં 55 લાખથી વધુ રોકડ રકમ અને સોનાના દાગીનાઓની ચોરી કરી હતી. ત્યારબાદ મહારાષ્ટ્રના અહમદનગર ખાતે મોબાઇલ શોપમાંથી 69 હજાર, સુરત કાપોદ્રાની મોબાઇલ શોપમાંથી 29 લાખથી વધુ મોબાઇલ, અમદાવાદ સેલેલાઇટ ખાતે મોબાઇલની દુકાનમાંથી એપલના મોબાઇલની ચોરી કર્યા બાદ વડોદરામાં મોબાઇલની દુકાનોને નિશાન બનાવવા આવ્યો હતો.