Vadodara

વડોદરા : 31 ડિસેમ્બર પહેલાં દારૂના કટિંગ પર પોલીસનો દરોડો

મકરપુરા પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો, બે શખ્સોની ધરપકડ

વડોદરા શહેરમાં આવનારા નવા વર્ષ અને 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને દારૂની હેરાફેરી વધવાની શક્યતા વચ્ચે મકરપુરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. માણેજા વિસ્તારમાં ચાલી રહેલા દારૂના કટિંગ દરમિયાન પોલીસની ટીમે ત્રાટકી કરી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

બંધ બોડીના કન્ટેનરમાં છુપાવેલો દારૂ ઝડપાયો
પ્રાપ્ત માહિતી મુજબ માણેજા વિસ્તારમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. બંધ બોડીના કન્ટેનરમાં છુપાવેલો દારૂ છોટા હાથી ટેમ્પો સહિત અન્ય વાહનો મારફતે સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. તે સમયે મકરપુરા પોલીસની ટીમે દરોડો પાડી સ્થળ પરથી દારૂનો વિશાળ જથ્થો કબ્જે કર્યો હતો.
ચાર વાહનો કબ્જે, બે આરોપીઓ ઝડપાયા
આ કાર્યવાહી દરમિયાન પોલીસે બંધ બોડીના કન્ટેનર સહિત કુલ ચાર વાહનો કબ્જે કર્યા છે. ઘટનાસ્થળ પરથી બે શખ્સોને અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય કેટલાક ઇસમો ફરાર થઈ ગયા હતા.
દારૂ કોને મંગાવ્યો અને કોને સપ્લાય કર્યો?
પોલીસ તપાસમાં હાલ એ દિશામાં કાર્યવાહી ચાલી રહી છે કે આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો. મકરપુરા પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
નવા વર્ષની ઉજવણી પહેલાં પોલીસ સતર્ક
વડોદરામાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ દારૂના રસિકોને સ્ટોક પહોંચાડવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે. જોકે, પોલીસ દ્વારા પહેલેથી જ કડક નજર રાખવામાં આવી રહી છે અને શહેરમાં આવા ગેરકાયદે ધંધાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top