Vadodara

વડોદરા : 31 ડિસેમ્બરના પોલીસ બંદોબસ્ત વચ્ચે દિવાળીપુરના બે મકાનમાં ચોરી

ત્રણ દિવસમાં એક સોસાયટીના બે મકાનમાં તસ્કરો ત્રાટક્યાં

પ્રતિનિધિ વડોદરા તા.31

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીના બે મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડા રૂ.50 હજાર તથા સોના ચાંદીના દાગીના મળી લાખોની મતાની  ચોરી કરીને પલાયન થઇ ગયા હતા. 31 ડિસેમ્બરને લઇને પોલીસ સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ બણગા ફુકી રહી છે તેમ છતાં તસ્કરો ચોરીને અંજામ આપીને પોલીસ પટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે.

વડોદરા શહેરમાં જાણે પોલીસને કોઇ ડર રહ્યો ન હોય તેમ તસ્કરોએ આતંક મચાવ્ચો અને વિવિધ વિસ્તારોમાં બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે દિવાળીપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બે દિવસમાં તસ્કરોએ ત્રણ મકાનોમાં ચોરીને અંજામ આપ્યો છે. ત્યારે ફરી ગઇ કાલે રાત્રીના 2 મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમા એક વૃદ્ધા સહિતનો પરિવાર દ્વારકા ગયો હતો. તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનમાં ઘુસ્યા હતા અને તિજોરી તથા પેટી પલંગનો તમામ સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યા બાદ રોકડા રૂપિયા 50 હજાર, સોના ચાંદીના દાગીના મળી લાખોની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. 31 ડિસેમ્બરને લઇને પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગના બણગા ફુકવામાં આવતા હોવ છતાં તસ્કરો ઉપરાં છાપરી ચોરીની અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે.  

Most Popular

To Top