પતિ અને પત્નીનું સાંસારીક જીવન તૂટતા બચાવતી અભયમ
પ્રતિનિધિ વડોદરા તા.2
સાવલી તાલુકાના નજીકના ગામમાં રહેતી પરિણીતાના લગ્નને 30 થી 35 વર્ષનો સમય થઈ ગયો છે. સંતાનમાં દંપતીને પાંચ દીકરીઓ હોવા છતાં પતિએ પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા. જેના કારણે પતિ અને પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. કંટાળીને મહિલા પિયર જતી રહી હતી અને દીકરીઓમાં ભવિષ્યને ધ્યાનમાં રાખી પરત આવી હતી પરંતુ પતિ અને સાસુ તેમને સ્વીકારવા રાજી ન હોય તેણીએ 181 અભયમનો સંપર્ક કર્યો હતો. ત્યારે અભયમની ટીમે દંપતીના ઘરે આવી પતિ પત્ની અને સાસુનું અસરકારક કાઉન્સિલિંગ કર્યું હતું અને દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કાયદાકીય સમજણ આપી આપી હતી. જેથી પતિએ તને ભૂલ સ્વીકાર કરી પરસ્ત્રી સાથે સંબંધ નહીં રાખવાની ખાતરી આપી હતી. આમ અભયમે 30 થી 35 વર્ષના લગ્ન જીવનને તૂટતા બચાવી લીધું હોય બંનેએ ટીમનો આભાર માન્યો હતો.
સાવલી તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના લગ્નજીવન ને લગભગ 30-35 વર્ષનો સમય થઈ ગયો છે. પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી પરીણીતાના પતિના પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે વારંવાર આ બાબતે પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. હાલ તેઓની પાંચ દીકરીઓ છે જેથી દીકરીઓ માતા-પિતા વગરની ના થાય અને પરીણીતાનું પણ ઘર તૂટતું બચી જાય જેથી પરીણીતાએ 181 મદદ લીધી હતી. અભયમની ટીમે તાત્કાલિક મહિલાના ઘરે દોડી જઈને બંને પતિ પત્નીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યુ હતું. ત્યારે પરણીતા જણાવ્યુ હતું પતિના આડા સમજના કારણે તેણી બે મહિનાથી તેના પિયરમાં જતી રહી હતી. હાલ બાળકીઓ નાની હોય પતિના ઘરે રહેવા પરત આવી ગઇ હતી પરંતુ તેના સાસુ તથા પતિ રાખવા માટે ના પાડે છે. જેથી પરીણીતાના સાસુને અને તેના પતિને અભયમની ટીમ દ્વારા સમજાવવામાં આવ્યા હતા કે તમારી દીકરીઓ હજુ નાની છે અને તેમને પણ માતાની અને પિતાની બંનેની જરૂર છે. તેના બાળપણમાં ઘડતરનું ખ્યાલ અત્યારથી જ રાખવુ પડશે. જો માતા કે પિતા બંને અલગ પડી જશે તો દીકરીઓનું ભવિષ્ય બગડી જશે આ રીતે બંને પક્ષને કાયદાકીય રીતે સમજ આપી હતી. જેથી બંને પક્ષે પોતાની ભૂલ સ્વીકારી અને આગળનું લગ્નજીવન સાથે જીવવા માંગતા હોવાની બાહેધરી આપી લખાણ કરીને સમાધાન કરાવ્યુ હતું. ઉપરાંત પરીણીતાના પતિએ પણ ખાતરી આપતા જણાવ્યુ હતું કે હવે પછી કોઈ અન્ય સ્ત્રી સાથે કોઈ સંબંધ નહીં રાખે શાંતિપૂર્ણ રીતે પોતાનું દાંપત્યજીવન જીવશે. આમ અસરકારક કાઉન્સિલિંગ દ્વારા એક તૂટતો પરિવાર બચાવવામાં આ ભાઈ અમને તેમને સફળતા સાંપડી હતી.