Vadodara

વડોદરા : 30 કિલોની કિટમાં 15 કિલોની કટ, વોર્ડ 7ના કોર્પોરેટરનો લોકોએ લીધો ઉધડો…

વોર્ડ સાતના ચારે કાઉન્સિલરોને લોકોએ સવાલ પૂછ્યા ? ક્યાં ગયા હતા?

નહીં ફરકતા શાસકોએ આખરે નમતું જોખવું પડ્યું :

વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે લોકો ધીમે ધીમે પોતાની અસલ પરિસ્થિતિમાં આવી રહ્યા છે. ગંભીર પરિસ્થિતિમાં સામે નહીં આવેલા તત્વો હવે લોકોની વ્હારે આવતા લોકોનો રોષ જોવા મળી રહ્યો છે તેવામાં વોર્ડ સાતના કોર્પોરેટરો પ્રજાની વચ્ચે જ હતા અસલ મિજાજ લોકોનો ચાખવો પડ્યો હતો.

વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ એક પણ નેતા પબ્લિકની વચ્ચે આવ્યા ન હતા..ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. લોકોને કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું છે. આવા સમયે ટાણે એસી કેબિનોમાં બેસી રહેલા પ્રજનન નગરસેવક જ પ્રજાની વચ્ચે આવ્યા ન હતા. હવે જ્યારે પાણી ઓસરી ગયા છે.લોકોને નુકસાન થયું છે આવા સમય ટાળે હવે શાસક પક્ષના નેતાઓ પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે. ત્યારે મંગળવારે સાંજે પાલિકાની ચૂંટણી વોર્ડ નંબર સાતના કોર્પોરેટર મનોજ પટેલ ,બંદીશ શાહ, નાગરવાડા નવી ધરતીના અદ્રશ્ય બનેલા કોર્પોરેટર ભૂમિબેન રાણા અને શ્વેતાબેન ચૌહાણ ઉત્તેકર ગરીબોને વ્હારે ગયા હતા. પરંતુ જ્યારે આ સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો હતો એ સમયે કોઈ રાજકારણી ફરક્યા નહોતા. જે બાદ સરકારમાંથી ગૃહરાજ્યમંત્રી પોતે વડોદરાની મુલાકાતે આવ્યા ત્યારબાદ આળસ મરોડી આ કોર્પોરેટરો સફળ જાગ્યા છે ત્યારે નાગરવાડામાં સ્થાનિક લોકોએ આ તમામ કોર્પોરેટરોનો ઉધડો લીધો હતો મહત્વની બાબત તો એ છે કે સરકારે જ્યારે ઘર દિઠ પુર અસરગ્રસ્તો ને 30 કિલો કીટનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે. તેવામાં પણ આ ચાર ધુલંદરો 15 કિલો કીટ વેચવા નીકળ્યા હતા. જેનો પર્દાફાશ નાગરવડાના રહીશોએ જ કર્યો હતો અને બરાબર નો ઉધડો પણ લીધો હતો. આ સમય ચારેય કાઉન્સિલરોની બોલતી પણ બંધ થઈ ગઈ હતી.

સ્થાનિક આગેવાન નિખિલ સોલંકીએ જણાવ્યું હતું કે જે સમયે આવવાનું હતું તે સમયે તમે આવ્યા ન હતા. આજે એ લોકો કીટો લઈને આવ્યા સરકારે 30 કિલો ની કીટ આપવાનું વચન આપ્યું હતું. તો આ લોકો 30 કોલોની જગ્યા પર 15 kg ની કીટ આપી ગયા હતા અને એમાં પણ આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. પબ્લિક એટલા માટે જ રોષ ભરાય છે કે જ્યારે સરકાર સહાય આપે છે.તમે તમારા પોતાના પૈસાની નથી આપતા અને આ લોકો ખેસ પહેરીને આવી ગયા. જાણે પોતાના પૈસે જ કીટ આપતા હોય એવી રીતે આવી ગયા હતા. પબ્લિક ની વચ્ચે જે સારા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે અમે એમની સામે વાંધો ઉઠાવ્યો છે. કારણ કે ખરેખર જે સમયે આવવાનું હતું. એ સમયે આ લોકો પોતાના ઘરોમાં એસી કેબીનોમાં પોતાની ઓફિસમાં ભરાઈ રહ્યા હતા. લોકો અડધા પાણીમાં ડૂબી ગયા હતા અને હવે જ્યારે પાણી ઉતરી ગયું, ત્યારે પબ્લિકની વચ્ચે સારા બનવા માટે આવી ગયા છે અને સરકારની કીટો આપીને પોતાનું નામ મોટું કરવાની કોશિશ કરી રહ્યા છે. પણ પબ્લિક હવે સમજી ગઈ છે. આવનારા ઇલેક્શનમાં એમનો જવાબ લોકો એમને આપશે.

Most Popular

To Top