Vadodara

વડોદરા : 3.5 કરોડના વિદેશી દારૂનો જથ્થો નાશ કરતા બુલડોઝર અને જમીન ઉપર પડેલા દારૂમાં આગ લાગી

પ્રતિનિધિ વડોદરા તા.14
વડોદરામાં ઝોન 4ની પોલીસ હદમાં આવતા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 3.5 કરોડના હજારો લિટર દારૂ-બિયરના ટિન પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવી રહ્યો હતો દરમિયાન બુલડોઝર ફેરવતાની સાથે ખાલી ખોખામાં તંત્ર દ્વારા આગ લગાવતા આલ્કોહોલમાં આગ પ્રસરી હતી. જેના કારણે દારૂનો નાશ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા બે બુલડોઝર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરતા જવાનોએ તાત્કાલિક સ્થળ પર દોડી આવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આગના કારણે કોઈને જાનહાનિ થઈ ન હતી.

Most Popular

To Top