Vadodara

વડોદરા : 3 સગીરને નોકરી પર રાખી બાળ મજૂરી કરાવતો શ્યામ રેસ્ટોરન્ટનો માલિક

પ્રતિનિધિ વડોદરા તા.27

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી રેસ્ટોરન્ટમાં માલિક દ્વારા ત્રણ સગીર બાળકોનો નોકરી પર રાખી બાળમજુરી કરીને શારીરિક શોષણ કરતો હતો.જેથી સામાજિક કાર્યકરે બાળકોને હોટલ માલિકના ચુંગાલમાંથી મુક્ત કરાવીને હોટલ માલિક વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કરજણ તાલુકાના દેથાણ ગામે રહેતા હરીશ રામજીભાઇ પરમાર પ્રયાસ સંસ્થામાં સામાજીક કાર્યકર કરતે ફરજ બજાવે છે.તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વાઘોડિયા રોડ પર ફોનિક્ષ કોમ્પલેક્ષમાં આવેલી શ્યામ રેસ્ટોરન્ટમાં સગીર બાળકોને કામ પર રાખી બાળ મજૂરી કરાવાઇ છે તેવી બાતમી મળી હતી જેના આધારે 26 સપ્ટેમ્બરના રોજ અમારી સંસ્થાના કર્મચારીઓ બાતમી મુજબના જગ્યા પર પહોંચી ગયા હતા ત્યારે રેસ્ટોરન્ટમાંથી ત્રણ સગીર બાળકો મજૂર કરી મળી આયા હતા. ત્રણ બાળકો 18 વર્ષથી નાની ઉંમરના હોવાનું જાણતા હોવા છતાં માલિક ભરત વિઠ્ઠલ કણસાગરા તેમને નોકરી પર રાખી તેમની પાસે બાળ મજુરી કરાવતા હતા. જેથી બાળકોને હોટલ માલિકના ચુંગાલમાં મુકત કરાવી તેમના પરિવારના સભ્યો સોંપવામાં આવ્યા હતા. બાપોદ પોલીસે સામાજિક કાર્યકરની ફરિયાદના આધારે હોટલ માલિક વિરુદ્ધ બાળમજુરી અધિનિયમ 1986 મુજબ તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2016 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top