Vadodara

વડોદરા : 250 બાઈક પર 300 શિક્ષકોએ રેલી યોજી

મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે પ્રયાસ

એલમ્બિક વિદ્યાલયથી અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી ગેંડા સર્કલ રેલીનું સમાપન :

સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ અન્વયેચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ એલેમ્બિક વિદ્યાલય ગોરવાથી સ્વામિનારાયણ મંદિર સર્કલ અટલાદરા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ બાબતે જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સયાજીગંજ વિધાનસભા 142 અને અકોટા વિધાનસભા 143માં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ અન્વયે મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી વડોદરાના માર્ગદર્શન હેઠળ એલેમ્બિક વિદ્યાલય ગોરવાથી સ્વામિનારાયણ મંદિર સર્કલ અટલાદરા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે રેલીમાં શિક્ષણ વિભાગના પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય, શિક્ષકો 250 જેટલી બાઈક પર કુલ 300 જેટલા શિક્ષકોએ આ રેલીમા ભાગ લીધો હતો. જે રેલી અટલાદરાથી પરત થઈ ગેંડા સર્કલ ખાતે સમાપન કરવામાં આવી હતી. શિક્ષકો દ્વારા લોકશાહી સુદૃઢ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top