Vadodara

વડોદરા : 21મી જૂન વિશ્વ યોગ દિવસ, મહિલાઓએ કર્યા યોગ

પ્રથમ રેસીડેન્સી ખાતે ગુ.રા.યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમ શિબીરનું આયોજન

100 થી વધુ ગૃહિણીઓ અને યુવતીઓએ તાલીમ શિબિરમાં ભાગ લીધો :

( પ્રતિનિધિ ) વડોદરા તા.18

21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.ત્યારે મંગળવારે સવારે વડોદરા શહેર પ્રથમ રેસીડેન્સી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા આજે યોગા કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સોસાયટીની મહિલાઓને ઇન્ટરનેશનલ ડે ઓફ યોગાના ઉપલક્ષમાં યોગ કરાવામાં આવ્યા હતા. જેમાં 100 થી વધુ મહિલાઓએ યોગા કર્યા હતા.આ યોગ આપણી પ્રાચીન પરંપરાગત અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા, વિચાર અને ક્રિયા, સંયમ અને સિદ્ધિ અને માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંવાદિતાનું મૂર્ત સ્વરૂપ છે.

સમગ્ર વિશ્વ 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે, આ દિવસ 21 જૂન શા માટે પસંદ કરવામાં આવ્યો છે આજે યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઘણા દેશોમાં, યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે. ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને આ સતત પ્રસાર થઈ રહ્યો છે. જેના પરિણામ સ્વરુપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. હવે દર વર્ષે 21 જૂન 2022ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે. ભારતના કારણે જ યોગને આટલું સન્માન મળ્યું છે અને 2015થી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પ્રથમ રેસીડેન્સી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા આજે યોગા કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સોસાયટીની મહિલાઓને ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા લિમિટેડ આજે યોગા કરવામાં આવ્યા હતા. જેમાં 100 થી વધુ મહિલાઓએને યોગા કરાવામાં આવ્યા હતા. આ યોગ આપણી પ્રાચીન પરંપરાગત અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા, વિચાર અને ક્રિયા, સંયમ અને સિદ્ધિ અને માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંવાદિતાનું મૂર્ત સ્વરૂપ છે. તે આરોગ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી અભિગમ છે. યોગ એ માત્ર વ્યાયામ નથી, પરંતુ પોતાની જાત સાથે અને વિશ્વ અને પ્રકૃતિ સાથે સુમેળ સાધવાનું સાધન છે. તે આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવી અને આપણામાં જાગૃતિ લાવી આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે.

Most Popular

To Top