ફેરવવાના બહાને યુવતીને મહારાષ્ટ્ર, પંજાબ સહિતના વિવિધ જગ્યા પર લઈ ગયો હતો, છેલ્લા 15 દિવસથી બંને સાથે રહેતા હતા
પેટમાં અસહ્ય દુખાવો થતાં યુવતી સારવાર કરવા માટે આવી અને પોલીસે બંનેને દબોચી લીધા, મેડિકલ કરાવવાની તજવીજ
પ્રતિનિધિ વડોદરા તા.19
તરસાલી વિસ્તારમાં રહેતા લઘુમતી કોમનો એક સંતાનનો પિતા 20 વર્ષીય યુવતીને ફરાવવાના બહાને મહારાષ્ટ્ર, પંજાબ સહિતના વિવિધ સ્થળ પર લઈ ગયો હતો. સગીરાને તેની સાથે લગ્ન કરવાનું કહી ત્યાં જ રહેવા માટે જણાવ્યું હતું. પરંતુ 15 દિવસથી તેની સાથે રહેતી યુવતીને પેટમાં દુખાવો થતાં સારવાર માટે વડોદરા આવી હતી. જેની માહિતી મળતાની સાથે જ મકરપુરા પોલીસે બંનેને ઝડપી પાડી મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા મોહમ્મદ ગુલામ નામનો શખ્સ દ્વારા ટેલરીંગનો ધંધો કરે છે અને પરીણિત હોય એક સંતાનનો પિતા પણ છે. એક યુવતી મોહમ્મદ ગુલામના સંપર્કમાં આવતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. દરમિયાન યુવતીને મોહમ્મદ ગુલામ ફરાવવાના બહાને મહારાષ્ટ્ર અને પંજાબ સહિતના અલગ અલગ સ્થળે લઈ ગયો હતો. દરમિયાન યુવતીના પરિવારના સભ્યોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થઈ હોય તેની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસ આ યુવતીની શોધખોળ કરી રહી હતી. યુવતી છેલ્લા 15 દિવસથી આ લઘુમતી કોમના શખ્સ પાસે રહેતી હતી. ત્યારે મોહમ્મદ ગુલામ યુવતીને પોતાની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું અને લગ્ન બાદ વડોદરા પરત નહી જઈ અહીંયા જ રહેવાનું કહ્યું હતું. દરમિયાન યુવતીને પેટમાં અચાનક દુખાવો ઉપાડતા ઘણી ગોળીઓ ખવડાવી હતી પરંતુ તેને રાહત થતી ન હતી. જેથી યુવતી આ શખ્સ સાથે વડોદરાના તરસાલી વિસ્તારમાં ડોક્ટરને બતાવવા માટે આવી હતી. છેલ્લા 15 દિવસથી શોધી રહેલી મકરપુરા પોલીસને આ યુવતી આવી હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળ પર પહોંચીને યુવતી અને આ મોહમદ ગુલામ નામના શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસથી યુવતી તેની સાથે હોય પોલીસ દ્વારા બંનેનું મેડિકલ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસમાં પોલીસ દ્વારા યુવતીનું 164 મુજબનું પણ નિવેદન લેવાની તજવીજ કરાશે.