Vadodara

વડોદરા : 20થી 30 જૂન સુધી પંડ્યા બ્રિજ તમામ પ્રકારના વાહનચાલકો માટે બંધ

હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના ગડર લોચિંગની કામગીરીના પગલે 11 દિવસ બ્રિજ બંધ રહેશે

પ્રતિબંધિત રસ્તા અને વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું જાહેરનામુ પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયું

(પ્રતિનિધિ) વડોદરા તા.19

શહેરમાં અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરીને લઇને પંડ્યાબ્રિજ પર ગડર લોચિંગની કામગીરી કરવાની હોવાથી આ બ્રિજ પરથી અવરજવર કરતા વાહન ચાલકો માટે 20થી 30 જૂન સુધી પ્રવેશબંધી કરાઇ છે. બ્રિજ પર અવરજવર કરતા વાહનચાલકોને મુશ્કેલી ન પડે માટે પ્રતિબંધિત રોડ તથા વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું જાહેરનામુ પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.

અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરી હાલમાં વડોદરા રેલવે સ્ટેશનના સિવિલ વર્કની કામગીરી ચાલી રહી છે. જે કામગીરીને લઇને પંડ્યાબ્રિજ પર ગડર લોચિંગની કામગીરી કરવામાં આવનારી છે. જેથી આગામી 20થી 30 જૂન સુધીમાં આ ગડર લોચિંગની કામગીરી ચાલવાની છે. જેથી આ કામ દરમિયાન પંડ્યાબ્રિજ પરથી અવર જવર કરતા વાહનોને અકસ્માત થવાની શક્યતાના પગલે બ્રિજ પરથી અવરજ કરતા તમામ પ્રકારના વાહન ચાલકો માટે 11 દિવસ સુધી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. 20થી 30 જૂન સુધીમાં બ્રિજ પર અવર જવર બંધ રહેશે તથા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધિત રસ્તા તથા વૈકલ્પિક વ્યવસ્થાનું સાથેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જેમાં અક્ષરચોક સર્કલ, મનિષા ચાર રસ્તા, ચકલી સર્કલ, જીઈબી સર્કલ, ગેંડા સર્કલ, અટલ બ્રિજ પંડ્યા બ્રિજ થઇ ફતેગંજ બ્રિજ તરફ અવર જવર કરતા વાહનચાલકો માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

Most Popular

To Top