સૌરભ પાર્ક પંપીંગ સ્ટેશન પાસે લોકોનો ઉગ્ર સુત્રોચાર કરી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો વિરોધ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.20
વડોદરા શહેરના વોર્ડ નંબર ૯ આવેલા સૌરભ પાર્ક અને આજુબાજુની સોસાયટીના અંદાજિત 1500થી વધુ મકાનને જોડતા મુખ્ય રસ્તા પર ડ્રેનેજની કામગીરી છેલ્લા છ મહિનાથી કરવામાં આવી રહી છે. જોકે હજી સુધી નિરાકરણ નહીં થતા દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યાં છે. ત્યારે,સ્થાનિક લોકોએ એકત્ર થઈ તંત્ર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીનું આયોજન કરી રહી છે. ત્યારે સૌથી વધુ વેરો ચૂકવવામાં અગ્રેસર એવા વડોદરાની પશ્ચિમ વિસ્તારમાં આવેલ સૌરભ પાર્ક અને આજુબાજુની પાંચ જેટલી સોસાયટીના અંદાજિત 1500થી વધુ મકાનને જોડતા મુખ્ય રસ્તા પર ડ્રેનેજની કામગીરી છેલ્લા છ મહિનાથી કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી કોઈપણ નિરાકરણ આવ્યું નથી. ત્યારે, આજે પણ સોસાયટીના મુખ્ય રસ્તા ઉપર ડ્રેનેજના ગંદા પાણી ફરી વડે છે અને સ્થાનિક લોકોને ભારે હાલાકી નો સામનો કરવી પડી રહ્યો છે. ત્યારે સોસાયટીના રહેશો દ્વારા વહીવટી તંત્રનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિનો વિરોધ કર્યો હતો. સુભાનપુરા સમતા સૌરભ પાર્ક પંપીંગ સ્ટેશન પાસે એકત્ર થયેલા સ્થાનિક લોકોએ ઉગ્ર સૂત્રોચાર કરી તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.