પોલીટેક્નિકના કોલેજ કેમ્પસમાં વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બ્લોક
ફાયરબ્રિગેડ અને ફતેગંજ પોલીસે સ્થળ પર પહોંચી કામગીરી હાથધરી

( પ્રતિનિધિ )વડોદરા,તા.18
વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવે વૃક્ષો ધરાસાઈ થવાનો દોર પણ શરૂ થયો છે. ત્યારે બુધવારે સવારે શહેરના પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલા વિશાળ તૂટિંગ ઝાડ ધરાશાઈ થયા હતા. જેના કારણે દિવાલ તૂટવા સહિત આસપાસની લારીઓ પણ દબાઈ ગઈ હતી. બનાવને પગલે ફાયરબ્રિગેડની ટીમ અને ફતેગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગળની કામગીરી હાથ ધરી હતી.


વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામી ગયો છે. ત્યારે હવે મકાન ધરાસાઈ થવા વૃક્ષો તૂટી પડવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. તેવામાં બુધવારે સવારે શહેરના પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલા વર્ષો જુના ઝાડ તૂટી પડ્યા હતા. જેના કારણે કોલેજ કેમ્પસની દીવાલ પણ તૂટી ગઈ હતી. જ્યારે બીજી તરફ આ ઝાડ તૂટી પડતા દીવાલને અડીને આવેલી ચા નાસ્તા સહિતની લારીઓ દબાઈ ગઈ હતી. જેમાં એક વૃદ્ધ મહિલાની આજીવિકા પણ છીનવાઈ ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે બીજી તરફ આ માર્ગ ઉપર ઝાડ તૂટી પડતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા જ્યારે ફતેગજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી હતી.
