હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે ડીસીપી ઝોન 3 સહિતના પોલીસ તંત્ર દ્વારા ચેતવણી ભર્યો સંદેશ અપાયો

વડોદરા તા.9
વડોદરા શહેરમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત થવા જઈ રહ્યો છે ત્યારે હવે પોલીસ તંત્ર એ પણ હેલ્મેટ નહીં પહેરનાર ટુ વ્હીલર ચાલકો સામે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. જો 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ વગરના ટુ-વ્હીલર ચાલકો પકડાશે તો તેમનું વાહન ડીટેન કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ડીસીપી ઝોન 3 સહિત પોલીસ તંત્ર દ્વારા લાઉડ સ્પીકર દ્વારા ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા માટે જાગૃત કરાયા હતા.
વડોદરા શહેરમાં 15 સપ્ટેમ્બરથી બાઈક સવાર માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત થવાનું છે. ટ્રાફિક સહિત પોલીસ દ્વારા વાહન ચાલકો કે જેમને હેલ્મેટ ના પહેર્યું હોય તેવા લોકોને રોકીને તેમની સામે કાર્યવાહી કરાઈ રહી છે. જેને લઇને ઘણા ટુ વ્હીલર ચાલકો હોય તો હેલ્મેટ ની ખરીદી પણ કરવા માંડી છે ઘણા એ તો હેલ્મેટ ખરીદી પર લીધા છે. 15 સપ્ટેમ્બર થી હેલ્મેટ ફરજિયાત પહેરેલું નહીં હોય તો હવે વાહન જ ડિટેન કરવામાં આવશે. જેથી વાહન ચાલકો હેલ્મેટ પહેરવા માટે 9 સપ્ટેમ્બર ના રોજ ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા દ્વારા પથ્થર ગેટ વિસ્તારમાં લાઉડસ્પીકર મારફતે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસ તંત્રએ સ્પષ્ટ જણાવ્યું કે જો કોઈ બાઈક સવાર હેલ્મેટ વિના જોવા મળશે તો પોલીસ તેમના સામે કડક કાર્યવાહી કરશે. પોલીસે નાગરિકોને વિનંતી કરી છે કે પોતાની તેમજ પરિવારની સુરક્ષા માટે નિયમોનું પાલન કરે અને ટ્રાફિક સુરક્ષામાં સહયોગ આપવા માટે પણ અપીલ કરી કરી છે. દરમિયાન અલગ અલગ વિસ્તારમાં પણ ટ્રાફિક પોલીસ માઇક દ્વારા લોકોને હેલ્મેટ પહેરવા માટેની અપીલ કરી હતી.