વડોદરા :12 નવેમ્બરે દેવ ઉઠી અગિયારસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક 215મો વરઘોડો નીકળશે,પૂર્વ તૈયારીઓ શરૂ
વડોદરામાં તારીખ 12 નવેમ્બરના રોજ દેવ ઉઠી અગિયારસ નિમિત્તે શ્રી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી નો 215મો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળશે. માંડવી નીજ મંદિરમાં રવિવારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી ગઈ છે. ભગવાન પાલકીમાં બિરાજમાન થઈ નીકળશે. પાલખીને શણગારની હાલમાં તૈયારી શરૂ થઈ રહી થઈ ગઈ છે. આ સાથે મંડપની અંદર ભગવાનના તુલસીજી સાથે ભગવાનના વિવાહ થવાના છે. જે તુલસી વિવાહ માટે પણ તૈયારી થઈ રહી છે. સવારે 03:00 વાગ્યે મંગલા આરતી થશે 7:00 વાગ્યે શૃંગાર આરતી થશે અને 8 વાગે રાજભોગ આરતી થશે અને વરઘોડાની આરતી 9:00 વાગે, રાત્રે 8:00 વાગે તયન આરતી થશે અને ત્યારબાદ 8 થી 11 ભગવાનના શાસ્ત્રોત વિધિથી તુલસી વિવાહ થશે. દર વર્ષે ગાયકવાડ પરિવાર વરઘોડામાં પધારી પૂજન અર્ચન આરતી કરે છે. ત્યારબાદ વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવે છે. આ વર્ષે પણ વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ વડોદરાના રાજમહેલમાંથી ગાયકવાડ પરિવારના સભ્યો વરઘોડામાં આવશે અને ભગવાન વિઠ્ઠલનથજીની આરતી કરી પૂજન અર્ચન કરશે. ત્યારબાદ ભગવાન વિઠ્ઠલનાથજીનો ભવ્યાતી ભવ્ય વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળશે. આ વરઘોડો શહેરના માંડવી નિજ મંદિરેથી નીકળી બપોરે એક કલાકે લીંબુવાળી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે. જ્યાં હરીહરનું મિલન થશે. ત્યાંથી વરઘોડો ઘી કાંટા ટાવર થઈ સાંજે 5:00 વાગ્યે મંદિરમાં પરત આવશે. આ વરઘોડાના સમય દરમિયાન સવારના 9 થી સાંજના પાંચ સુધી મંદિરમાં ભગવાનના દર્શન ખુલ્લા રહેશે.