વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમમાં જોડાયું બીએપીએસ અટલાદરા*
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે, વડોદરા જિલ્લાના મુખ્ય યોગ દિવસની ઉજવણી વરણામાં ત્રિમંદિરના સાનિધ્યમાં કરવામાં આવી હતી. જેમાં ડીડીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત વિવિધ મહાનુભાવો અને નાગરિકો જોડાયા હતા.

11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ ના સૂત્ર સાથે આજે ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે, વડોદરા જિલ્લાના મુખ્ય કાર્યક્રમ વરણામાં ખાતે યોજવામાં આવ્યો હતો. ત્રિમંદિરના સાનિધ્યમાં અઢી હજાર જેટલા લોકોએ સામૂહિક યોગા અભ્યાસ કર્યો હતો.

આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકામાં, નગરપાલિકા સહિત પૌરાણિક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત શાળા કોલેજો સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોમાં પણ સ્વૈચ્છિક સંગઠનો અને નાગરિકોના સહિયારા પ્રયાસોથી સામૂહિક યોગા અભ્યાસ કરવામાં આવ્યો હતો.
*વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કાર્યક્રમમાં જોડાયું બીએપીએસ અટલાદરા*

21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ બાળકો, યુવાનો તથા હરિભક્તો યોગ કાર્યક્રમમાં સામેલ થયા હતા. અત્રે સ્મરણ રહે કે ભગવાન સ્વામિ નારાયણે કિશોર અવસ્થામાં અષ્ટાંગ યોગ સિદ્ધ કરી તત્કાલીન ભક્ત સમાજને પણ યોગના માર્ગે જોડ્યા હતા તે જ પરંપરામાં આ જ પર્યંત બ્રહ્મસ્વરૂપ ગુરૂઓ પણ સંતો ભક્તોને યોગથી તંદુરસ્તી માટે યોગ કરવા માટે આગ્રહ કરતા રહ્યા છે.