વડોદરા તારીખ 15
વડોદરા શહેરમાં માથાભારે તત્વોને જાણે પોલીસનો કોઈ પ્રકારનો ડર રહ્યો ન હોય તેમ કાયદો અને વ્યવસ્થાના સરેઆમ લીરેલીરા ઉડાવી રહ્યા છે. તાંદલજા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર 100 રૂપિયા નહીં આપવા બાબતે ત્રણ શખ્સોએ પંપ ના કર્મચારી સાથે ઝઘડો માર માર્યો હતો. ત્રણેય જણા સિગરેટ સળગાવીને પેટ્રોલ પંપ પર પહોંચતા કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. જેપી રોડ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે ત્રણેય જણાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર 13 માર્ચના રોજ રાત્રીના સાડા બાર વાગ્યાના સુમારે ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને કર્મચારી સાથે પેટ્રોલ ભરાવવાના 100 રૂપીયા નહી આપવા બાબતે ઝઘડૉ કર્યો હતો અને કર્મચારીને પણ માર માર્યો હતો. આ સમગ્ર મારા મારી ની ઘટના પેટ્રોલ પંપ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં ત્રણ શખ્સો સિગરેટ સળગાવીને પંપ પાસે પહોંચી ગયા હતા. જેના કારણે કર્મચારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. માર માર ત્રણ યુવકો વિરુદ્ધ કર્મચારીએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી આવ્યા બાદ પંપ ના સીસીટીવી ફૂટેજ ની ચકાસણી કરી હતી જેમાં ત્રણ શખ્સો મારામારી કર્યા બાદ સિગરેટ સળગાવીને ત્યાં દાદાગીરી કરતા જણાયા હતા. જેથી પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે દક્ષીત ચેતન પટેલ (રહે. વાસણા રોડ વડોદરા શહેર), કીર્તન નારાયણ અગ્રવાલ (રહે.અકોટા વડોદરા ) તથા આયુશ અગ્રવાલ (રહે.અકોટા વડોદરા ) ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.
