Vadodara

વડોદરા : 1.25 કરોડની બિઝનેસ લોન અપાવવાના બહાને યુવક પાસેથી બે ભેજાબાજોએ 2.85 લાખ પડાવ્યા..

રેખા ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડનો એપ્રુવલ લેટર બતાવ્યો :

3.85 લાખ મેળવી 1 લાખ પરત આપ્યા,આજ દિન સુધી લોન કરાવી નહીં આપી વિશ્વાસઘાત કર્યો :

વડોદરા શહેરના કપુરાઈ ચોકડી પાસે શુભ રેસિડેન્સી માં રહેતા મનીષ બવાડીયાને એક કરોડની લોન અપાવવાના બહાને બે ભેજાબાજો 2.85 લાખ પડાવી લઈને લોન કરી નહીં આપતા અકોટા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વિશ્વાસઘાત ઠગાઈનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ડભોઇ રોડ કપુરાઈ ચોકડી પાસે આવેલી કૃષ્ણાપાર્ક હોટેલ ની પાછળ શુભ રેસિડેન્સીના 49 નંબરમાં રહેતા મનીષભાઈ વિઠ્ઠલભાઈ બવાડિયાએ અકોટા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર સયાજીગંજ કુંજ સોસાયટીમાં રહેતા મિતુલ ગાંધી અને હાલ રહે કોઠીપોળ રાવપુરા તથા વડસર રોડ ઉપર આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા ચેતન સોપાન બોરસેએ 8 જાન્યુઆરી 2022 ના રોજ દિનેશ મીલ રોડ ઉપર લલિતા ટાવરના ચોથે માળે મનીષભાઈ બવાડીયાને લોન અપાવવાના બહાને કમલ રેખા ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડનો લોન એપ્રુવલ લેટર બતાવી 3.85 લાખ રૂપિયા મેળવી લીધા હતા. મિતુલ ગાંધીએ તે પૈકી રૂપિયા 1 લાખ પરત આપીને બાકી રહેલા 2,85,000 લોન કરાવી આપવાના બહાને લઈને આજ દિન સુધી લોન કરાવી આપી ન હતી. અને ચાર્જ પેટે લીધેલ રૂપિયા પણ પરત નહીં આપી વિશ્વાસઘાત કરતા મનીષભાઈએ અકોટા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે અકોટા પોલીસે વિશ્વાસઘાત ઠગાઈનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મનીષભાઈ બવાડીયા વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કુંઢેલા ગામ ખાતે વર્ષ 2018માં ઘઉં દળવાની મિલ ચલાવતા હતા અને તેમને લોનની જરૂરિયાત પડતા તેમના જ ઓળખીતા ચેતન બોરસનો સંપર્ક કર્યો હતો. તેઓએ વર્ષ 2020 માં એસડીબી બેંકમાંથી ત્રણ લાખ રૂપિયાની લોન કરાવી આપી હતી અને તેઓએ વધુ ધંધો વિકસાવવા માટે વધુ નાણાની જરૂરિયાત હોવાથી ચેતન બોરસેને લોન કરાવી આપવા માટે જણાવ્યું હતું. જોકે લોન નહીં કરાવી આપીને ભેજાબાજોએ 2.85 લાખ પડાવી લેતા અકોટા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top