Vadodara

વડોદરા : હોળી ધુળેટીનો તહેવાર ભારે રહ્યો,વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત 73 દર્દીઓ SSGમાં નોંધાયા

બે દિવસ દરમિયાન રોડ અકસ્માતમાં ત્રણના મોત :

( પ્રતિનિધિ )વડોદરા,તા.15

મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં હોળી ધુળેટીના તહેવારો દરમિયાન કુલ માર્ગ અકસ્માતના 73 જેટલા દર્દીઓ આવ્યા હતા. જેઓને સઘન સારવાર અપાઇ હતી.

હોળી-ધૂળેેટી ભારે રહી હોય તેમ જોવા મળ્યું છે. વડોદરા સહિત સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સડક સુરક્ષા માસની ઉજવણી પૂર્ણ થઇ છે. તે સમય દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલા પ્રયાસો માત્ર સારા દાવા સમાન હાલ લાગી રહ્યા છે. વડોદરામાં હિટ એન્ડ રન, અને વાહન અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

એસએસજીએચના ઈન્ચાર્જ આરએમઓ ડો.કવિતા ભંડારીએ જણાવ્યું કે હોળી ધૂળેટીના બે દિવસના તહેવારના દરમિયાન એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં કુલ રોડ ટ્રાફીક એક્સીડન્ટના 73 જેટલા દર્દીઓ આવ્યા હતા. જેઓની સારવાર કરવામાં આવી હતી. તથા 18 લોકોને પોલીસ દ્વારા પ્રોહીબીશનના કેસ માટેના ટેસ્ટીંગ માટે લઇને આવી હતી. અને બે દિવસ દરમિયાન રોડ અકસ્માતમાં ત્રણના મૃત્યું થયું હોવાનું નોંધાયું છે.

Most Popular

To Top