Vadodara

વડોદરા : હોળી-ધુળેટીના પર્વમાં એસટી વિભાગને 21.36 લાખની આવક થઈ

તા.10 થી 14 માર્ચ સુધીમાં વડોદરા એસટી ડેપો ખાતેથી 390 ટ્રીપો મારવામાં આવી :

એસટી બસોએ પાંચ દિવસમાં 56,228 કિમીનું અંતર કાપ્યું :

( પ્રતિનિધિ )વડોદરા,તા.15

વડોદરા એસટી વિભાગ દ્વારા હોળી ધુળેટીના તહેવારને લઈ વધારાની બસો દોડાવી હતી. તા.10 થી 14 માર્ચ સુધીમાં 390 ટ્રીપો મારવામાં આવી હતી. જેમાં 56,228 કિમીનું અંતર કાપવામાં આવ્યું હતું. જેમાં 11 હજાર કરતા વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના થકી 21.36 લાખની આવક થઈ હતી.

હોળી ધુળેટીના તહેવારને પગલે એસટી ડેપો ખાતે થી વધારાની બસો દોડાવામાં આવી હતી. 10મી માર્ચના રોજ 54 નું આયોજન થયું હતું. જેમાં 2911 મુસાફરોએ મુસાફરી કરી હતી. આ દિવસે 3,42,128 રૂપિયાની આવક થઈ હતી. 11મી માર્ચના રોજ 63 ટ્રીપોનું આયોજન થયું હતું. જેમાં કુલ 4013 મુસાફરો મુસાફરી કરી હતી. જેના થકી 5,01,915 રૂ.ની આવક થઈ હતી. તા.12મીના રોજ 147 ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દિવસે 7,45,900 એક રૂપિયાની આવક થઈ હતી. જ્યારે 13 મી તારીખના રોજ 106 ટ્રીપ મારવામાં આવી હતી. જેમાં કુલ 3958 મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના થકી 5,02,719 ની આવક થઈ હતી. જ્યારે તારીખ 14 મી માર્ચના રોજ માત્ર 20 ટ્રીપનું આયોજન થયું હતું. જેમાં કુલ 569 મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના થકી 44,288 રૂપિયાની આવક થઈ હતી. આમ તારીખ 10 માર્ચ લઈને તારીખ 14 માર્ચ સુધીમાં કુલ 390 ડેપો મારવામાં આવી હતી અને 56,228 કિમીનું અંતર કાપવામાં આવ્યું હતું. આ પાંચ દિવસોમાં વડોદરા એસટી વિભાગને કુલ રૂપિયા 21,36,951 રૂપિયાની આવક થઈ છે. હોળી ધુળેટીના તહેવારમાં દાહોદ, ઝાલોદ, સંતરામપુર, લુણાવાડા, બારીયા, છોટાઉદેપુર, ડાકોર, ફતેપુરા, ગોધરા સહિત કંવાટ ખાતે જવા માટે મુસાફરોનો ધસારો રહ્યો હતો.

Most Popular

To Top