Vadodara

વડોદરા : હોમગાર્ડની એક્ટિવાની ડીકીમાંથી રૂ.1.40 લાખના દાગીનાની ચોરી

કોયલી ખાતે રહેતો હોમગાર્ડ પત્ની સાથે કમાટીબાગમાં ફરવા આવ્યો હતો, દંપતી સોનાના ચાંદીના દાગીના મુકી ગયા બાદ ગઠિયાએ ખેલ પાડ્યો

પ્રતિનિધિ વડોદરા તા.8

કોયલી ખાતે રહેતા હોમગાર્ડ પત્ની સાથે કમાટીબાગ ખાતે ફરવા માટે આવ્યાં હતા. બાગના ગેટ નંબર 2 પાસે એક્ટિવા પાર્ક કરી અને એક્ટિવાની ડીકીમાં દંપતીએ શરીર પરથી ઉતારીને રૂ. 1.40 લાખના સોના ચાંદીના દાગીના ઉતારી પર્સમાં મુક્યા હતા.બાદ પર્સ ડીકીમાં મુકીને અંદર ગયા હતા ત્યારે કોઇ ગઠિયો આ દાગીના ભરેલુ પર્સની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેથી હોમગાર્ડે ચોરીની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોધાવી છે.  

મૂળ આણંદના અને હાલમાં વડોદરા જિલ્લાના કોયલી ગામમાં રહેતા રાજેશભાઈ જેઠાભાઈ પરમાર (ઉવ.53) હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવે છે. 6 મેના રોજ તેઓ તેમની પત્ની ચંપાબેનને લઇને  કમાટીબાગ ખાતે ફરવા માટે આવ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેઓએ કમાટીબાગના ગેટ નં-2ની નજીક દિવાલ પાસે બપોરના બે વાગ્યાના અરસામાં એક્ટિવા પાર્ક કર્યું હતું. ત્યારબાદ તેઓએ પોતાના તથા પત્નીની સોના ચાંદીના દાગીના ઉતારીને એક્ટિવાની ડેકીમાં મુક્યા હતા અને દંપતી કમાટીબાગમા ફરવા માટે ગયું હતું. બગીચામાં વિવિધ જગ્યાની મજા માણ્યાં બાદ દંપતીને ફરીને સાંજના ચાર વાગ્યાના અરસામાં તેમની એક્ટિવા પાસે આવ્યા હતા. તે દરમિયાન એક્ટીવા જ્યા પાર્ક કરી હતી ત્યાં આવ્યાં હતા ત્યારે એક્ટીવાની ડેકી તુટેલી જોવા મળી હતી. જેથી તેઓ ગભરાઇ ગયા હતા અને ડેકીમાં તપાસ કરી હતી. ત્યારે તેમાં મુકેલા સોના ચાદીના દાગીના રાખેલું પર્સ મળી આવ્યું ન હતું. જેથી દંપતીએ આસપાસમાં તપાસ કરી હોવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી ગઠીયો એક્ટિવાની ડેકી તોડીને રૂ. 1.40 લાખ સોના ચાદીના દાગીનાની ચોરી કરી હોવાની હોમગાર્ડે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્યાં લગાવેલા સીસીટીવી ફુટેજના આધારે ચોરને ઝડપી પાડવાના તજવીજ શરૂ કરી છે.

Most Popular

To Top