જેપી રોડ પોલીસ સ્ટેશનમાં પણ હજુ હાજર નહીં થયા હોવાનું સૂત્રમાંથી જાણવા મળ્યું, કયા પોલીસ અધિકારીના કોન્સ્ટેબલ પર ચાર હાથ ?
વડોદરા તારીખ 19
સમા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને વહીવટદાર કિરીટસિંહ ડોડીયાની જેપી રોડ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હોવાનો હુકમ પોલીસ કમિશનર દ્વારા કરાયાને 20 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ પોલીસ સ્ટેશનમાં હાજર થયા નથી. સમા વિસ્તારમાંથી મસમાંટુ ભરણ મળતું હોવાના કારણે હેડ કોન્સ્ટેબલ સમા છોડવા માંગતા નથી અને પોલીસ કમિશનર ના હુકમનો પણ અનાદર કરી રહ્યા છે.
તાજેતરમાં જ વડોદરા શહેરના સમા વિસ્તારમાં મોટી માત્રામાં વિદેશી તથા દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે પરંતુ સમા પોલીસ સ્ટેશનના વહીવટદાર કિરીટસિંહ ડોડીયાના કારણે બુટલેગરોને મોકલું મેદાન મળી ગયું હોય તેમ બિન્દાસ્ત રીતે દારૂનો વેપલો 24 કલાક સુધી કરી રહ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પણ આ વિસ્તારમાં રેડ કરવામાં આવતી હતી પરંતુ વહીવટદાર દ્વારા બુટલેગરોને અગાઉથી જાણ કરી દેવામાં આવતી હોવાના કારણે તેઓ દારૂનો જથ્થો સગેવગે કરી દેતા જેના કારણે એસએમસીને પણ માત્ર નામ પૂરતો દારૂ મળી આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે બુટલેગરો પર પણ ચાર હાથ ધરાવનાર હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ડોડીયા ઘણીવાર અધિકારીઓની નજરમાં આવ્યા હોય આ હેડ કોન્સ્ટેબલની પોલીસ કમિશનર દ્વારા સમા પોલીસ સ્ટેશનમાંથી 31 ડિસેમ્બર 2024ના રોજ બદલી કરવામાં આવી હતી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં હાજર થવા હુકમ કર્યો હતો. પરંતુ હેડ કોન્સ્ટેબલ ને સમા વિસ્તારમાંથી મસ મોટું ભરણ મળ્યું હોવાના કારણે સમા પોલીસ સ્ટેશન સહિત વિસ્તાર છોડીને અન્ય કોઈ જગ્યા પર જવામાં રસ નથી તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેટલાક અધિકારીઓના હેડ કોન્સ્ટેબલ માનીતા હોવાના કારણે તેને છૂટો કરવામાં આવતાનથી અને કેમ આ કોન્સ્ટેબલને છાવરવામાં આવી રહ્યા છે. ત્યારે આ કોન્સ્ટેબલ પર કયા અધિકારીના આશીર્વાદ છે કે કમિશનરના હુકમનું પણ ઉલ્લઘન કરવામાં આવી રહ્યું છે.