Vadodara

વડોદરા : હું સરદાર છું, પોલીસ મારું કંઈ ઉખાડી લેવાની નથી, નસેડી કાર ચાલકે રોડ પર ધીંગાણું મચાવ્યું



જાંબુઆ બ્રિજ નીચે અકસ્માત કર્યા બાદ નસેડી કાર ચાલકે અન્ય કારચાલક તથા યુવતી સાથે દાદાગીરી કરી

પ્રતિનિધિ વડોદરા તારીખ 22
જાંબુવા બ્રિજ નીચે પંજાબ પાસિંગની કારના નશામાં ધૂત ચાલકે અન્ય કાર સાથે અકસ્માત કર્યો હતો. ત્યારબાદ અને કારના ચાલક સાથે ઝઘડો કરી તેને માર મારવા લાગ્યો હતો. દરમિયાન એક યુવતીએ તેનો વિડીયો ઉતારતા આ વ્યક્તિએ તેમની સાથે પણ અસભ્ય વર્તન કરી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. કપુરાઈ પોલીસે પંજાબ પાસિંગની કારના ચાલક વિરુદ્ધ પીધેલાનો કેસ કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં નશો કરીને કાર ચલાવનાર લોકો પર પોલીસનો કોઈ પ્રકારનો અંકુશ રહ્યો નથી. જેના કારણે વિવિધ વિસ્તારોમાં નશામાં ચૂર બનીને વાહન ચલાવનાર ચાલકો અકસ્માત કરતા હોય છે જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે પોલીસે આવા નસેડીઓ કાર લઈને ફરતા હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.

વડોદરા શહેરના જામ્બુવા બ્રિજ નીચે 21 એપ્રિલના રોજ મોડી રાત્રિના સમયે પંજાબ પાસિંગની કારના ચાલકે ચિક્કાર નશો કરેલી હાલતમાં ઓવર સ્પીડમાં પોતાની કાર ચલાવીને અન્ય કાર સાથે અકસ્માત કર્યો હતો. ત્યારબાદ આ શખ્સે સામેની કારના ચાલક સાથે પણ ઝઘડો કરી તેને માર મારવા લાગ્યો હતો. એ દરમિયાન એક યુવતીએ મોબાઇલમાં વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. આ યુવતી સાથે પણ નશામાં ભાન ભૂલેલા કાર ચાલકે અસભ્ય વર્તન કરીને તેમના પર પણ હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ બોલાવવાની વાત કરતા આ વ્યક્તિએ હું સરદાર છું, પોલીસ મારુ કાઈ ઉખાડી લેવાની નથી તેવું જાહેરમાં બોલવા લાગ્યો હતો. દરમિયાન કપુરાઈ અને મકરપુરા પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. આ કાર ચાલકે રોડ ઉપર ધીંગાણું મચાવ્યુ હોય કપુરાઈ પોલીસ તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી અને તેના વિરુદ્ધ પીધેલાનો કેસ કરી તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top