Vadodara

વડોદરા : હાઇવે, બ્રિજ નીચે તથા ચાર રસ્તા પર પાર્ક કરેલી 19 બાઇકની ચોરી કરનાર બે ચોર ઝડપાયાં….

બંને શખ્સો ચોરીની બાઇક રાજસ્થાન ખાતે નજીવી કિંમતમાં વેચી નાખતા હતા, બંને વિરુદ્ધ વિવિધ 9 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ નોંધાયા છે

વડોદરા શહેરમાંથી નોકરી પર જતા લોકો હાઇવે પાસે, બ્રિજ નીચે  અને ચાર રસ્તાઓનજીક પોતાની બાઇક પાર્ક કરતા હોય છે. ત્યારે જગ્યા પરથી 19 જેટલી બાઇકની ચોરી કરનાર રાજસ્થાનના બે રીઢા ચોરને અજબડી મીલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 5.85 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે.બંને શખ્સો બાઇકની ચોરી કરીને રાજસ્થાન ખાતે નજીવી કિંમતમાં વેચી નાખતા હતા.

વડોદરા શહેરીમાં ક્રાઇમ બ્રાન્ચની  પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન મળેલી બામતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે નિતેશ કચુ ડામોર તથા ઇશ્વરલાલ રામચંદંર કટારા  ( બંને રહે.રાજસ્થાન)ને અજબડી મીલ રોડ વિસ્તારમાંથી બે શંકાસ્પદ બાઇક સાથે  ઝડપી પાડ્યા હતા. જેથી તેમની પાસે બંને બાઇકના ડોક્યુમેન્ટસની માગણી કરતા કોઇ માહિતી આપી ન હતી. જેથી બંને શખ્સોની પુછપરછ કરતા બે બાઇક ચોરીની હોવાની સાથે બંને છેલ્લા દોઢ વર્ષમાં જામ્બુઆ, કપુરાઇ, ગોલ્ડન, વાઘોડિયા,વરણામા, એલ એન્ડ ટી સર્કલ ખાતે તેમજ શહેરના ગુરુકુલ, માણેકપાર્ક, ખોડિયારનગર,હરણી એરપોર્ટ સર્કલના ચાર રસ્તાઓ પાસે નોકરી જતા લોકો પોતાની બાઇક પાર્ક કરતા હતા ઉપરાતં હાલોલની કંપનીમાંથી બાઇકની ચોરી કરીને રાજસ્થાન ખાતે લઇ લોકોને ઓછી કિંમતમાં વેચાણકરી નાખતા હતા. જેથી ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન ખાતે આપેલી તથા ચોરી કરેલી મળીને 19 જેટલી બાઇક કબજે કરી કરી હતી. તેમાં તેમની સામે મકરપુરા, કપુરાઇ, બાપોદ, હરણી, પાણીગેટ, વારસીયા, કારેલીબાગ, તેને હાલોલ પોલીસ સ્ટેશનમાં વાહનચોરીના ગુનાઓ નોંધાયેલા છે. તેમની પાસેથી 19 બાઇક મળી 5.85 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Most Popular

To Top