વડોદરા તા.3
હવે તસ્કરોને ભગવાનનો પણ દર રહ્યો ન હોય તેમ મંદિરોને પણ નિશાન બનાવતા ગભરાતા નથી. ત્યારે વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર મહાકાળી અને સાઈબાબાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ મહાકાળી મંદિરની દાનપેટી તોડી તેમાંથી રૂ.30 હજારની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જોકે ચોર ટોળકી ની ચોરી કરવાની સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મકરપુરા પોલીસે ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.
તરસાલી વિસ્તારમાં આવેલી વિજયનગરમાં સિદ્ધેશ્વર મહાકાળી મહાદેવનું 35 વર્ષ પુરાણું મંદિર આવેલું છે. ત્યાં રહેતા ધર્મેશ પટેલ મંદિર ગઈકાલ 2 માર્ચના રોજ રાત્રે બંધ કરીને ગયા હતા. ત્યાર બાદ તસ્કરોએ મોડી રાત્રિના મંદિરને નિશાન બનાવ્યું હતું અને મંદિરનુ તાળું તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. ત્યા મૂકેલી દાન પેટી તોડી તેમાંથી રૂપિયા 30 હજારની દાનની રોકડ રકમની ચોરી કરી લઈ ફરાર થઈ ગયા હતા. જોકે ચોરી કરવા માટે આવેલા ચોરો દાન પેટી તો તોડી રકમ કાઢીને લઈ જવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ધર્મેશ પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી પાડવા ની કાર્યવાહ કાર્યવાહી હાથ ધરી છે.