વડોદરા તારીખ 1
વડોદરા રેલ્વે સ્ટેશન પર ગઈકાલે રાત્રિના સમયે ટ્રેનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન અમૃતસરથી મુંબઈ તરફ જતી એક ટ્રેનના ડબ્બામાંથી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ જથ્થાના સેમ્પલ લઈને ગૌ માંસ છે કે નહીં તેના ચકાસણી કરવા માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.

નસીલા પદાર્થ બાદ હવે ગૌ માંસની પણ ટ્રેન દ્વારા હેરાફેરી શરૂ થઈ હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.
પશ્ચિમ રેલવેમાં અલગ અલગ પ્રકારની ટ્રેન દોડતી હોય છે. જેમાં કેટલાક પેડલરો અને કેરીયરો તથા દારૂનો ધંધો કરનાર બુટલેગરો આ ટ્રેનો મારફતે નસીલા પદાર્થોની હેરાફેરી કરતા રહેતા હોય છે. દરમિયાન ગઈકાલે 30 એપ્રિલના રોજ રેલવે પોલીસ દ્વારા રેલ્વે સ્ટેશન પર આવતી જતી ટ્રેનોમાં ચેકિંગ કરવામાં આવતું હતું તે દરમિયાન એક ડબ્બામાં થી શંકાસ્પદ ગૌ માસનો જથ્થો મળી આવ્યો હતો. રેલવે પોલીસ દ્વારા આ 1200 કિલો ઉપરાંતના શંકાસ્પદ માણસનો જથ્થો ગૌ માંસ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી હતી. એફએસએલ દ્વારા આ માણસના જથ્થાના સેમ્પલ લઈને તેની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસે આજે તો કોણે મોકલ્યો છે તેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અમૃતસરથી મુંબઈ લઈ જવા માટે બુકિંગ થયું હતું. જેથી પોલીસે હવે આ કોણે બુકિંગ કરાવ્યું છે તેની તપાસ શરૂ કરી છે. નસીલા પદાર્થ બાદ ટ્રેન વ્યવહાર મારફતે ગૌ માંસની પણ હેરાફેરી શરૂ થતા પોલીસ ચોકી ઉઠી હતી.