અકોટા-દાંડિયાબજાર બ્રિજ 45 દિન બંધ રહેશે, છાણી બ્રિજ પર પણ રીસર્ફેસિંગની કામગીરી કરાશે
પ્રતિનિધિ વડોદરા તા.17
શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા ફલાય તથા રેલવે ઓવરબ્રિજ પર રીસર્ફેસિંગની કામગીરી કરવાની છે. જેને લઇને અકોટા દાંડિયાબજાર ઓવરબ્રિજનો 45 દિવસ માટે એક તરફનો ભાગ, હરીનગર ફલાય ઓવર બ્રિજ 30 દિવસ સંપૂર્ણ તથા છાણી રેલવે ઓવર બ્રિજનો એક તરફનો ભાગ 60 દિવસ સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. વૈકલ્પિક રૂટ સાથેનું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ રેલવે ઓવર બ્રિજ તથા ફ્લાય ઓવર બ્રિજ પર હયાત રિસર્ફેસ ઉપર માસ્ટિક કરી, રીસર્ફેસિંગની કામગીરી કરવાની છે. જેને લઇને અકોટા દાંડિયાબજાર રેલવે ઓવરબ્રિજ પર રીસર્ફેસિંગની કામગીરી 19 માર્ચથી 2 મે 2025ના રોજ એટલે કે 45 દિવસ સુધી ચાલનારી હોય બ્રિજનો એક તરફનો ભાગ સંપૂર્ણ રીતે બંધ રહેશે. તેવી જ રીતે હરીનગરઓવર બ્રિજ પર રીસર્ફેસિંગની કામગીરી કરવાની હોય 10 એપ્રિલથી 10 મે એટલે કે 30 દિવસ દરમિયાન તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. તેમજ છાણી રેલવે ઓવર બ્રિજ પણ રીસર્ફેસિંગની કામગીરીના પગલે 22 એપ્રિલથી 20 જૂન સુધી એટલેકે લગભગ 60 દિવસની આસપાસ માટે એક તરફનો ભાગ બંધ કરવામાં આવશે. વાહનચાલકોને અવગતા ન પડે તેમજ ટ્રાફિકનું સંચાલન પણ યોગ્ત રીતે ચાલે તેવા હેતુ સાથે વૈકલ્પિક ટ્રાફિકના રૂટની વ્યવસ્થા સાથે જાહેરનમું પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. ત્રણ બ્રિજની કામગીરી પૂર્ણ ન થાય ત્યા સુધી જાહેરનામુ અમલમાં રહેશે.
