વડોદરા તારીખ 21
હરણી પોલીસે ગોલ્ડન ચોકડી પાસે હાઈવે પરથી ટ્રકમાંથી શંકાસ્પદ ગાંજાનો જથ્થો અને કારમાંથી વિદેશી દારૂ ની બોટલો ઝડપી પાડી હતી. બંને વાહનોના ચાલકોને ક્યાંથી અને કોની પાસેથી જથ્થો લાવ્યા હતા અને કોને આપવા માટે જઈ રહ્યા હતા તેની પૂછપરછ શરૂ કરાઈ છે.
વડોદરા શહેરના હરણી રોડ વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસેથી ઈમ્પોર્ટેડ કારમાંથી વિદેશી દારૂની બોટલો સાથે પીસીબી પોલીસે બે શખ્સને ઝડપી પાડ્યા હતા.ત્યારે 21 એપ્રિલના રોજ હરણી પોલીસ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રકમાં શંકાસ્પદ ગાંજાનો જથ્થો અને કારમાં વિદેશી દારૂ ભરીને લઇ જવામાં આવી રહ્યો છે. જેનાં આધારે પોલીસે હરણી રોડ પર વૉચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક અને કાર આવતા હરણી પોલીસે બંને વાહનોને ઉભા રખાવી તેમાં તપાસ કરી હતી ત્યારે શંકાસ્પદ ગાંજો અને મોટા બોલોરો માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી હરણી પોલીસ દ્વારા બંને વાહનના ચાલકોને ઝડપી પાડ્યા હતા. ગાંજો તથા દારૂનો જથ્થો ક્યાંથી તેમજ કોની પાસેથી લાવ્યા હતા અને કોને આપવા માટે જઈ રહ્યા હતા તેની પૂછપરછ શરૂ કરાઈ છે.
