Vadodara

વડોદરા : હરણી ગોલ્ડન ટોકનાકા પાસેથી રૂ.6.09 લાખના અફીણ સાથે બે શખ્સ ઝડપાયાં

મધ્યપ્રદેશનો શખ્સ ન્યુ સમા વિસ્તારમાં રહેતા દેવજી પ્રજાપતિને આપવા આવ્યો

ડિલિવરી લેતી વેળા એસઓજીએ બંનેને દબોચ્યાં, અફીણ સહિત રૂ.7.65 લાખનો મુદ્દામાલ જ્પત

પ્રતિનિધિ વડોદરા તા.9

મધ્યપ્રદેશથી સપ્લાયર અફીણનો જથ્થો વડોદરાના ન્યૂ સમા રોડ પર રહેતા શખ્સને આપવા માટે આવ્યો હતો. ત્યારે બાઇક પર આવીને ગોલ્ડન ટોલનાકા પાસે ડિલિવરી આપતી વેળા જ એસઓજીની ટીમે રેડ કરી હતી અને રૂ.6.09 લાખનો 6 કિલો 090 ગ્રામ અફીણનો જથ્થો મળી આવતા બંનેની ધરપકડ કરી હતી. જેથી એસઓજીએ અફીણનો જથ્થો, બાઇક, મોપેડ, મોબાઇલ તથા રોકડા રૂપિયા મળી રૂ.7.65 લાખનો મુદ્દામાલ કબજે કરી હરણી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કેરીયરો તથા પેડલરો નશાયુક્ત પદાર્થનું છુપી રીતે વેચાણ કરતા હોય છે. જેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમ દ્વારા આવા નશીલા પદાર્થનો ગેરકાયદે વેપલો કરતા શખ્સો પર સતત વોચ રાખતી રહે છે. 8 ડિસેમ્બરના રોજ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મંદસૌર જિલ્લામાં રહેતો ભંવરલાલ જયપાલ નંબર પ્લેટ વગરની  બાઇક પર અફીણનો જથ્થો સંતાડીને વડોદરામાં રહેતા દેવજી ખોડા પ્રજાપતિને આપવા માટે નીકળ્યો છે અને મોડી રાત્રીના સમયે ગોલ્ડન ટોલનાકાથી આરટીઓ તરફ જતા રોડ પર ઉભો છે. જેથી એસઓજીની ટીમી બાતમી મુજબના સ્થળ પર પીઆઇ એસ ડી રાતડ સહિતના સ્ટાફે રેડ કરીને ભંવરલાલ જયપાલ તઓથા દેવજી ખોડા પ્રજાપતિને અફીલ રસના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેની 6 કિલો 090 ગ્રામ અફીણ રૂ.6.09 લાખ, મોબાઇલ, બાઇક, મોપેડ તથા રોકડ રકમ મળી રૂ. 7.65 લાખનો મુદ્દામાલ કબજે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે શખ્સો હાજર નહી મળી આવતા બંનેને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

– દેવજી પ્રજાપતિ અફીણ છુટક વેપલા માટે કોને કોને આપતો હતો?

મધ્યપ્રદેશના ગાંગા ખેડી ચોરાયા ખાતે રહેતો ભંવરલાલ ગોવર્ધનલાલજી જયપાલ છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થોનું ગુજરાતના વડોદરામાં રહેતા દેવજી પ્રજાપતિને ડિલિવરી આપવા માટે આવતો હતો. ત્યારબાદ દેવજી પ્રજાપતિ છુટકમાં અન્ય ગ્રાહકોને વેચાણ કરતો હતો. જેથી એસઓજી દ્વારા કોને અફીણ આપતો હતો તેની પુછપરછ શરૂ કરવા માટે રિમાન્ડ મેળવવામાં આવશે.

Most Popular

To Top