I ” I have tickled their ego and have frustrated them! Hahahaha! Result? Boom, boom and BANGS! BIG BIG BANGS!! Hohohohohoho! No stopping, no escape! Let the games begin! Jai mahakal jai ma adishakti”
General Shiva General shiva 76rediffmail.com પરથી મેલ કરાયો
બીજા નોરતે ધમકી ભર્યો મેલ મળતા પોલીસ એક્શન મોડમાં, એરપોર્ટ સંકુલ સહિતના વિસ્તારમાં બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ કરાયું
હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર વડોદરા શહેર ગરબે ઘૂમવામાં ગમગીન બની ગયું છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સતત ડોગ અને બોમ્બ સ્કોડ દ્વારા ચેકિંગ કરાવી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના હરણી ખાતે આવેલા એરપોર્ટ પર સીઆઇએસએફના ઇમેલ એડ્રેસ પર એક શખ્સ દ્વારા ગર્ભિત ધમકી ભર્યો મેસેજ કરીને મેલ મોકલતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી અને એરપોર્ટ સંકુલમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બોમ્બ અને ડોગ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી.
વડોદરા શહેરના હરની એરપોર્ટ ખાતે સીઆઇએસએફ યુનિટ એએસજી ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર,ડી,રામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 4 ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ખાતે ફરજ ઉપર હાજર હતા. ત્યારે સવારના 11:00 વાગ્યાના અરસામાં એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઇએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા General Shiva General shiva 76rediffmail.com મેલ કર્યો હતો.જેમાં ઈંગ્લીશમાં એક મેસેજ લખેલો હતો કે I have tickled their ego and have frustrated them! Hahahaha! Result? Boom, boom and BANGS! BIG BIG BANGS!! Hohohohohoho! No stopping, no escape! Let the games begin! Jai mahakal jai ma adishakti. જેથી અમે ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી જેથી. એરપોર્ટ ખાતે ટાવર તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. સ્થાનિક પોલીસ સ્ટાફના માણસોને બંદોબસ્તમાં તાત્કાલિક ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ ફાયરબ્રીગેડની ટીમ જગ્યા ઉપર ટીમ સાથે બૉમ તથા ડોગ સ્કોડ દ્વારા હરણી એરપોર્ટ ના સંકુલમાં ઉપરાંત તેની આજુબાજુ ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ આ જગ્યાઓ પરથી કોઈ બોંબ કે કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. પોલીસ દ્વારા જે ઇ-મેલ પરથી ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો તેની તપાસ શરૂ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં નવલી નવરાત્રી ચાલી રહી છે ત્યારે સમગ્ર વડોદરા શહેર ગરબે ઘુમવામાં મગ્ન બન્યું છે. પોલીસ વિભાગે પણ સતત વિવિધ જગ્યાઓ પર ચેકિંગ કરાઈ રહ્યું છે. હરણી એરપોર્ટ ખાતે મેલ દ્વારા ગર્ભિત ધમકી ભર્યો મેસેજ મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ છે ઈમેલ કોના દ્વારા કરાયો હતો તેની શોધખોળ શરૂ કરાઈ છે.
મોટી સંખ્યામાં ખડકાયેલી પોલીસને જોઈને મુસાફરોમાં ફફડાટ ફેલાયો
વડોદરા શહેરના અને વિસ્તારમાં આવેલા એરપોર્ટ ખાતે વિવિધ ફ્લાઈટનું આવન જાવન થતું રહેતું હોય છે. જેથી 24 કલાક દરમિયાન ત્યાં ઘણા મુસાફરોની પણ અવરજવર રહેતી હોય છે. ત્યારે 4 ઓક્ટોબરના રોજ સીઆઇએસએફના મેલ પર આવેલા ગર્ભિત ધમકી ભર્યા મેસેજને લઈને એરપોર્ટ સંકુલ પોલીસ કાફલામાં ફેરવાઈ ગયું હતું. જેને લઈને મુસાફરોમાં પણ એક તબક્કે ભયનો માહોલ ફેલાયો હતો.