વડોદરાના હરણી વિસ્તારમાં લક્ષ્મી ડુપ્લેક્સમાં બંધ મકાનને તસ્કરોએ ધોળા દિવસે નિશાન બનાવ્યું હતું. મકાનની પાછળ આવેલી બારીના સળિયા તોડીને તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી રૂ.1.71 લાખની માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મકાન માલિકે હરણની પોલીસ સ્ટેશનમા
વડોદરાના રણી તળાવ પાસે લક્ષ્મી ડુપ્લેક્સમાં રહેતા ભગવાનદાસ ટિલુમલ દાસવાણી કપડાની દુકાનમાં નોકરી કરે છે. તેમની પત્ની ગોમતીબેન છેલ્લા પાંચેક દિવસથી પિયરમાં મથુરા ખાતે ગયા હતા. 30 ડિસેમ્બરના રોજ સવારના 10 વાગ્યાની આસપાસ તેમનો દીકરો સવારે ઊઠીને નોકરી પર જવા માટે નીકળી ગયો હતો. જ્યારે તેઓ તેઓ પણ ઘરના મુખ્ય દરવાજા ને તાળું મારીને તેમના કામ પર જવા માટે નીકળી ગયા હતા. દરમિયાન ધોળા દિવસે તસ્કરો તેમના મકાનની પાછળ આવેલી બારીના સળિયા કાપીને ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરી ના ડ્રોવરમાં મુકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રકમ મળી રૂપિયા 1. 71 લાખની માલમતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મકાન માલિક સાંજના સમયે નોકરી પરથી ઘરે આવ્યા ત્યારે તિજોરીનો તમામ સામાન અસ્તવ્યસ્ત ભરેલો હતો અને મુકેલા સોના ચાંદીના દાગીના અને રકમ ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. મકાન માલિકી હરણી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.