વડોદરા તારીખ 12
વડોદરા શહેર પોલીસ દ્વારા હનુમાન જયંતિના તહેવારની ઉજવણીને લઈ પોલીસ કમિશ્નરની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ તંત્રમાં આવી ગયું છે અને શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે કાર્યવાહી કરી રહ્યું છે. તહેવારને લઈ નીકળી રહેલી વિવિધ યાત્રાઓને લઈ સમગ્ર માહોલ સુરક્ષા વ્યવસ્થામા પસાર થઈ શકે માટે ડ્રોનના ઉપયોગ દ્વારા સમગ્ર શહેર પર નજર રાખવામાં આવી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારોની સુરક્ષા સંબંધીત પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
