Vadodara

વડોદરા : હનુમાન જયંતિએ ફતેપુરાથી નીકળનારી શોભાયાત્રાને લઇ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો નો-પાર્કિંગ અને વૈકલ્પિક વ્યવસ્થા

વડોદરા શહેરમાં તાજેતરમાં જ રામનવમી નિમિત્તે ભગવાનની 33 જેટલી શોભાયાત્રાઓ નીકળી હતી પરંતુ પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવો બન્યા વિના જ શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર સંપન્ન થયો હતો. ત્યારે હવે 12 એપ્રિલના રોજ શ્રી હનુમાન જયંતિ નિમિત્તે શહેરમાં આવેલા નાના-મોટા હનુમાનજી મંદિર તથા અન્ય મંદિરમાં પૂજા ભજન કિર્તન, હનુમાન ચાલીસા, રામધુન,સુંદરકાંડ, ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાઓ નીકળવાની છે. જેમાં ખાસ કરી શહેરના ફતેપુરા મેઇન રોડ પરથી શોભાયાત્રા કલાક 5.30 વાગે નીકળી, ફતેપુરા ચાર રસ્તા, અડાણીયાપુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજા, પદમાવતી ત્રિકોણથી ગાંધીનગરગૃહ, જયુબિલી બાગ સર્કલથી ભક્તિ સર્કલથી રોકડનાથ હનુમાનજી મંદિર પૂર્ણ થશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડોદરા શહેરના ભાવિક ભકતી જોડાતા હોય છે. જેના કારણે મોટી જનમેદની પણ એકઠી થાય છે. આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિકનું યોગ્ય રીતે સંચાલન થાય તેના માટે નો-પાર્કિંગ, વૈકલ્પિક વ્યવસ્થા, એકસેસ પોઇન્ટ સાથેનું જાહેરનામુ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. 12 એપ્રિલના રોજ બપોરના 4 વાગે ફતેપુરા મેઇન રોડ વિસ્તારની શોભાયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરનામુ અમલમાં રહેશે.

  • નો પાર્કિંગ ઝોન
    12 એપ્રિલના રોજ બપોરના કલાક 11 વાગ્યાથી ફતેપુરા ચાર રસ્તાથી અડાણીયાપુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર, પદમાવતી ત્રિકોણ, લાલકોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા, ગાંધી નગરગૃહ સર્કલ, જયુબિલીબાગ સર્કલ ભકિત સર્કલ, રોકડનાથ હનુમાન મંદિર સુધી રોડની બન્ને સાઇડે તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. વીટકોસ બસ સેવા સહિત તમામ પ્રકારના વાહનો માટે ડાયવર્ઝન અપાયા છે.
  • પ્રતિબંધિત રસ્તા
    સંગમ ચાર રસ્તાથી વિજયનગર ચાર રસ્તા થઇ માંડવી તરફ આવી જઇ શકશે નહીં, વિજયનગર ચાર રસ્તાથી કુંભારવાડા પોલીસ સ્ટેશન થઇ માંડવી તરફ જઇ શકશે નહીં, કુંભારવાડા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા તરફ જઈ શકાશે નહીં, ભુતડીઝાંપા ગ્રાઉન્ડ ત્રણ રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા તરફ જઇ શકાશે, વારસીયા, બાલા હનુમાન ત્રણ રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા તરફ જઈ શકાશે નહીં, જુના આર.ટી સર્કલથી ફતેપુરા ચાર રસ્તા તરફ જઈ શકાશે નહીં, ભકિત સર્કલથી કાલુપુરા રોડ થઇ, અડાણીયા પુલ ચાર રસ્તા તરફ જઈ શકાશે નહીં, ઠેકરનાથ સ્મશાન ત્રણ રસ્તાથી સરસીયા તળાવ થઇ અડાણીયાપુલ ચાર રસ્તા તરફ જઈ શકાશે નહીં, ભકિત સર્કલથી રોકડનાથ પોલીસ ચોકી થઇ ચાંપાનેર દરવાજા તરફ જઇ શકાશે નહીં, જુના તાલુકા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા ચાંપાનેર દરવાજા તરફ જઇ શકાશે નહીં, પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જઇ શકાશે નહીં, ગેંડીગેટ દરવાજાથી માંડવી તરફ જઈ શકાશે નહીં, લહેરીપુરા દરવાજાથી માંડવી તરફ જઇ શકાશે નહીં, ગાંધીનગરગૃહથી લહેરીપુરા દરવાજા તરફ જઈ શકાશે નહીં, વિરભગતસિંહ ચોક થી પદમાવતી ત્રિકોણ થઇ. ગાંધીનગરગૃહ તરફ તેમજ લહેરીપુરા, દરવાજા તરફ જઇ શકાશે નહીં, માર્કેટ ચાર રસ્તાથી વિરભગતસિંહ ચોક તરફ જઈ શકાશે નહીં, ફાયર બ્રિગેડ ચાર રસ્તાથી લાલકોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા તરફ જઈ શકાશે નહીં, દાંડીયાબજાર ચાર રસ્તાથી લાલકોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા તરફ જઈ શકાશે નહીં, ટાવર ચાર રસ્તાથી જયુબિલીબાગ સર્કલ તરફ જઈ શકાશે નહીં, કારેલીબાગ પોલીસ સ્ટેશન ચાર રસ્તાથી ભકિત સર્કલ તરફ જઈ શકાશે નહીં, અડાણીયાપુલ ચાર રસ્તાથી કાલુપુરા રોડ, ભકિત સર્કલ તરફ જઇ શકાશે નહીં, ચાંપાનેર ચોકી નાકાથી નવાબજાર રોડ થઇ, ભકિત સર્કલ તરફ જઇ શકાશે નહીં.
  • વૈકલ્પિક વ્યવસ્થા

સંગમ ચાર રસ્તાથી કારેલીબાગ પાણીની ટાંકી ચાર રસ્તા તરફ તેમજ ગધેડા માર્કેટ ચાર રસ્તા, વિજયનગર ચાર રસ્તાથી મંગલેશ્વર ઝાંપા ત્રણ રસ્તા કારેલીબાગ પાણીની ટાંકી ચાર રસ્તા, કુંભારવાડા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી તુલસીવાડી મંદિર રોડ,તુલસીવાડી બ્રિજ, ભુતડીઝાંપા ગ્રાઉન્ડ ત્રણ રસ્તાથી કારેલીબાગ પોલીસ સ્ટેશન, વારસીયા બાલા હનુમાન ત્રણ રસ્તાથી જુના આર.ટી.ઓ સર્કલ, સાધુવાસવાની ચોક ત્રણ રસ્તા, જુના આરટીઓ સર્કલથી સાધુવાસવાની ચોક ત્રણ રસ્તા ,વીઆઇપી રોડ, ભક્તિ સર્કલથી કારેલીબાગ પોલીસ સ્ટેશન, નાગરવાડા ચાર રસ્તા, ઠેકરનાથ સ્મશાન ત્રણ રસ્તાથી ગયેડા માર્કેટ ચાર રસ્તા, ભકિત સર્કલથી કારેલીબાગ પોલીસ સ્ટેશન તરફ તથા ગાંધી નગરગૃહ સર્કલ થઇ જયુબીલીબાગ સર્કલ, ટાવર ચાર રસ્તા, જુના તાલુકા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી અજબડી ત્રણ રસ્તા થઇ, ઠેકરનાથ સ્મશાન, પાણીગેટ દરવાજાથી જુના પાણીગેટ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા, હરણખાના રોડ ગાજરાવાડી પાણીની ટાંકી ચાર રસ્તા, ગેંડીગેટ દરવાજાથી સંત કબીર રોડ, સાધના સિનેમા, પથ્થરગેટ રોડ, લહેરીપુરા દરવાજાથી સાયના ટોકીઝ ત્રણ રસ્તા,ન્યુ લહેરીપુરા રોડ તરફ તથા પથ્થરગેટ રોડ રાજમહેલ રોડ,ગાંધીનગરગૃહથી જયુબીલીબાગ સર્કલ ટાવર ચાર રસ્તા થઇ, વિરભગતસિંહ ચોકથી પથ્થરગેટ રોડ, માર્કેટ ચાર રસ્તાથી દાંડીયાબજાર ચાર રસ્તા, વેરાઈમાતા ચોક તથા કિર્તિસ્થંભ સર્કલ, ફાયર બ્રિગેડ ચાર રસ્તાથી દાંડીયાબજાર ચાર રસ્તાથી માર્કેટ ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા તથા દાંડીયાબજાર રોડ, દાંડીયાબજાર ચાર રસ્તાથી માર્કેટ ચાર રસ્તા, ટાવર ચાર રસ્તા તથા દાંડીયાબજાર રોડ, ટાવર ચાર રસ્તાથી નાગરવાડા ચાર રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે, કારેલીબાગ પોલીસ સ્ટેશન ચાર રસ્તાથી નાગરવાડા ચાર રસ્તા તરફ તેમજ કાસમઆલા ચાર રસ્તા, અડાણીયાપુલ ચાર રસ્તાથી ઠેકરનાથ સમ્માન ત્રણ રસ્તા ગધેડામાર્કેટ ચાર રસ્તા, ચાંપાનેર ચોકી નાકાથી ચાંપાનેર દરવાજા છીપવાડ થઇ જે તે તરફ જઇ શકાશે.

  • એકસેસ પોઇન્ટ

અડાણીયાપુલ ચાર રસ્તા પાણીગેટ દરવાજાથી અજબડીમીલ, સરસીયા તળાવ રોડ થઇ, અડાણીયાપુલ ચાર રસ્તા થઈ, કાલુપુરા રોડ, ભકિત સર્કલ થઇ જે તે તરફ જતાં વાહનોને અડાણીયાપુલ ચાર રસ્તા ફક્ત એકસેસ પોઇન્ટ (રોડ ક્રોસ) આપવામાં આવ્યો છે. (શોભાયાત્રાના રૂટ ઉપર જઇ શકશે નહીં તેમજ શોભાયાત્રા જયુબિલી બાગ સર્કલ તરફ આવી ગયા બાદ તમામ પ્રકારના વાહનો કાલુપુરા રોડ થઇ ભકિત સર્કલ તરફ જઇ શકશે નહી) એકસેસ પોઇન્ટ ઉપર જરૂરીયાત મુજબ ટ્રાફિક ચાલુ બંધ કરવામાં આવશે.

Most Popular

To Top