વડોદરા તારીખ 21
એસએસજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની ઘાતકી રીતે હત્યા કરાઈ હતી. પોલીસે આજે સવારે મુખ્ય આરોપી બાબર ખાન પઠાણને સાથે રાખી હત્યા ની સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું. હત્યામાં વપરાયેલું ચાકુ પણ પોલીસે કબજે કર્યું છે.
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલી મારામારીની અદાવતે લઘુમતી કોમના માથાભારે બાબર હબીબખાન પઠાણ સહિતના સાગરીતોએ હિન્દુ યુવકો પર ચાકુ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. તેથી તેઓને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં હોસ્પિટલ ના સંકુલમાં પોલીસની હાજરીમાં જ ઈજાગ્રસ્ત યુવકોને પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસની એક્સલમાં આવી ગઈ હતી અને મુખ્ય આરોપી બાબરખાન પઠાણ સહિત નવ જેટલા સાગરિતોની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે મુખ્ય આરોપી બાબર હબીબખાન પઠાણને સાથે આજે 21 નવેમ્બરના રોજ સવારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનો રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું ચાકુ પણ પોલીસે કબજે કરી લીધું છે.