રૂપિયાની લેતીદેતીના મામલે હત્યા કરતા સેન્ટ્રલમાં સજા કાપતો આરોપી
આરોપીએ ઘર પડી જાય તેવુ છે તેવા વિવિધ બહાના આગળ ધરીને અરજી કરી હતી
વડોદરા તા.2
હત્યાના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આરોપીએ જેલમાંથી 30 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થવા માટે વિવિધ બહાના હેઠળ જામીન અરજી કરી હતી. જે જામીન અરજી મેજિસ્ટ્રેટ દ્વારા નામંજૂર કરવા માટેનો હુકમ કર્યો છે.
વડોદરા જિલ્લાના સેવાસી કેનાલ રોડ પર આવેલી ગ્યાન કુંજ સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ જેનુભાઈ માલીવાડ, ભરત જેનુભાઈ માલીવાડ (રહે. ગુણવંતિપાર્ક, પંચામૃતની બાજુમાં, ગોત્રી રોડ, ટી બી હોસ્ટપીટલની પાછળ વડોદ) એ જમીન ગીરો લેવા તેમજ ધંધા માટે કરણ અમીનના પિતા હરીશભાઇ પાસેથી રૂ.21 લાખ તથા રૂ.70 લાખ રૂ.91 લાખ લીધા હતા. તેઓએ હરીશભાઇ પિતાજીને પરત રૂપિયા આપવા ના પડે તેના માટે બંને જણા તથા લક્ષ્મીબેન માલીવાડે ભેગા મળીને તેમના પિતાને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું. તેમના ઓળખીતા સોમા પર્વત બારિયા ને તે કામ કરવા માટે રૂ.20 લાખ આપવાનું જણાવી તેને બીજા બે માણસો લઈ આવવાનું કહેતા સોમા બારિયા તેના સુખરામ ઉર્ફે સુખી શંભુભાઈ ડામોર તથા સુનીલ રમેશ બારીયાને તેમના વતનમાંથી બોલાવી લાવતા આ લોકોએ કરણભાઇના પિતાની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં ભરત માલિવાડ હાલમાં સજા કાપી રહ્યો છે. ત્યારે ત્યારે આરોપી વકીલ મારફતે સંતાનો અભ્યાસ,વૃદ્ધ માતા પિતાની સારવાર તથા ઘર ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં હોય તેને રિપેરિંગ કામ જરૂરી છે તેવા વિવિધ બહાન આગળ ધરીને કોર્ટમાં વકીલ મારફતે 30 દિવસના વચગાળાના જામીન મેળવવા માટે અરજી કરાવી હતી. પરંતુ આરોપી તથા સરકારી વકીલ દ્વારા કરાયેલી દલીલોને ધ્યાનમાં રાખીને આઠમાં એડિશ્નલ સેશન્સ જજ ડી કે સોની દ્વારા તમામ દલીલો સાંભળ્યાં બાદ આરોપીના ગચગાળાના જામીન નામંજૂર કરવા માટનો હુકમ કર્યો છે.