Vadodara

વડોદરા: સ્વામીના દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાનું 164 મુજબ નિવેદન લેવાયું

વાડી સ્વામીનારાયણ મંદિરના બળાત્કારી સ્વામીનો પોલીસને હજુ કઇ પતો મળ્યો નથી

મંદિરે વર્ષોથી દર્શન માટે આવતા 17જેટલા ભક્તોના નિવેદનો લેવાયાં

(પ્રતિનિધિ) વડોદરા તા.13

સગીરા પર બળાત્કાર ગુજારનાર વાડી સ્વામીનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી જાણે ભૂગર્ભમાં ઉતરી ગયો તેમ હજુ સુધી પોલીસને કોઇ પતો લાગ્યો નથી. ગુરુવારના રોજ સગીરાનું 164 મુજબનું નિવેદન લેવામાં આવ્યું હતું. સાથે મંદિરમાં વર્ષોથી દર્શન માટે આવતા 17 દર્શનાર્થીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે.

વાડી સ્વામીનારાયણ મંદિરના ખાતે આઠ વર્ષ પહેલા તત્કાલીન સ્વામી જગતપવનદાસ સ્વામીએ એક સગીરોન અમેરિકાથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મંદિરના એક રૂમમાં લઇ ગયો હતો. ત્યારબાદ સગીરાના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું.  સ્વામીએ તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેના નગ્ન ફોટા અને વીડિયો પણ દબાણ મંગાવી લીધા હતા. સગીરા હાલમાં 23 વર્ષની થયા બાદ હિમત દાખવીને યુવતી સ્વામી સામે વાડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સ્વામીની શોધખોળ શરૂ કરી છે. વડતાલ મંદિરના સહિતના મંદિરોમાં પોલીસ દ્વારા તપાસ કરાઇ હતી પરંતુ સ્વામી જાણે ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તેમ પોલીસને હજુ સુધી તેનો કોઇ પતો લાગ્યો નથી. જેથી પોલીસે વડતાલ મંદિરના સ્વામીના પણ નિવેદન લીધા હતા. ત્યારે ગુરુવારના રોજ સગીરાનું કોર્ટમાં 164 મુજબનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. વાડી મંદિરના વર્ષોથી દર્શન કરવા માટે આવતા 17 જેટલા ભક્તોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. પરંતુ કોઇ ભક્તોમાંથી પણ સ્વામીની કોઇ કડી મળી નથી. 

Most Popular

To Top