સ્માર્ટ સિટી કંપની અંતર્ગત 2018 સુધીમાં 1760 કરોડ ના કામો પૂર્ણ થયાનો પોકળ દાવો
વડોદરા શહેરની સ્માર્ટ સિટી બનાવવાની કવાયત છેલ્લા આઠ વર્ષથી ચાલી રહી છે. સ્માર્ટ સિટીના નામે કંપની શરૂ કરી 1760 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. જો કે સવાલ એ છે શું ખરેખર વડોદરા સ્માર્ટ સિટી છે ? અત્યાર સુધી સ્માર્ટ સિટી અંતર્ગત 49 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા, પરંતુ આ મોટાભાગના પ્રોજેક્ટ અધૂરા છે અથવા તો જમીન પર છે. છેલ્લા આઠ વર્ષ માં સ્માર્ટ સિટી કેટલાક પ્રોજેક્ટ ની વાત કરીએ તો સ્માર્ટ ઇ રીક્ષા, સ્માર્ટ સાઇકલ શેરીંગ પ્રોજેક્ટ, રેન વોટર હાર્વેસ્ટિક, વડોદરા દર્શન બસ, વોટર એટીએમ, ટુરિસ્ટ ઓફિસ, સલામ ફ્રી એરીયા આમાંથી મોટાભાગના પ્રોજેક્ટ નિષ્ફળ ગયા અથવા તો આજની તારીખમાં ધૂળ ખાઈ રહ્યા છે.
સાયકલ પ્રોજેક્ટ ના હાલ બે હાલ…

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી કંપની નું આયોજન કરવામાં આવ્યું. આ કંપની દ્વારા એવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા તેના દ્વારા વડોદરા શહેરને સ્માર્ટ બતાવી શકાય. પરંતુ પ્રોજેક્ટ અનેક એવા છે જેનું બાળમરણ થઈ ગયું. એમાંનો જ એક પ્રોજેક્ટ એટલે કે સાયકલ શેરીંગ પ્રોજેક્ટ. મહત્વની છે જ્યારે સાયકલ શેરીંગ નો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે જે રીતે અમદાવાદ અને અન્ય શહેરોમાં સાયકલ શેરીંગ નો પ્રોજેક્ટ ચાલે છે તે જ પ્રકારે વડોદરા શહેરમાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે તેવા હેતુથી સ્માર્ટ સિટીના કામો અંતર્ગત સાયકલ શેરીંગ પ્રોજેક્ટ લેવામાં આવ્યો હતો પરંતુ આ પ્રોજેક્ટનું પણ બાળમરણ થઈ ગયું છે. જેના કારણે સાયકલો ધૂળ ખાઈ રહી છે.
વડોદરા દર્શન બસ છેલ્લા ત્રણ વર્ષ થી ધૂળ ખાઈ રહી છે

વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી કંપની અંતર્ગત 2018 સુધીમાં 1760 કરોડ ના કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા હોય તેવો દાવો સ્માર્ટ સુધી કંપની કરી રહી છે. જેમાંનો એક પ્રોજેક્ટ એટલે વડોદરા દર્શન બસ. વડોદરા ટુરિસ્ટ આ બસ છેલ્લા ત્રણ વર્ષ થી ધૂળ ખાઈ રહી છે. બસ 2016 માં વડોદરા દર્શન બસ નું અનાવરણ કરવામાં આવ્યું હતું. લોકો આ બસમાં બેસી વડોદરા દર્શન કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલા વર્ષથી જ્યારે બસ બંધ છે ત્યારે સ્માર્ટ સિટી કંપની દ્વારા કરવામાં આવેલી કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે અઢી ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ત્યારે આ બસનું નિર્માણ કરવામાં આવ્યું છે વડોદરા દર્શનની બસનું ત્યારે એનો ઉપયોગ નહીં થતાં બસ ધૂળ ખાઈ ગઈ છે.
સ્લમ ફ્રી એરિયામાં પણ તંત્ર નિષ્ફળ…
વડોદરા શહેરની સ્માર્ટ સિટી કંપની દ્વારા સ્લમ ફ્રી એરિયા ને પણ સ્માર્ટ સિટી ના પ્રોજેક્ટમાં સમાવવામાં આવ્યો હતો. તમારો એક એરિયા એટલે મધુનગર આવાસ યોજના આ સિવાયની જે વાત કરીએ તો સંજય નગર, સહકાર નગર અને શહેરના તમામ જે વિસ્તારોમાં જ્યાં ઝૂંપડાઓમાં રહેતા લોકો છે તેઓને પોતાના મકાનો મળી રહે અને તેઓને શિફ્ટ કરી શકાય તે માટે આવાસ યોજના બનાવવામાં આવી હતી હવે છેલ્લા પાંચ વર્ષથી આ આવાસ યોજનાનું બંધકામ ચાલુ છે હજુ પણ પૂર્ણ થયું નથી આ જ પ્રકારની પરિસ્થિતિ સંજય નગર અને સહકાર નગરમાં છે. જ્યા આગળ સ્લમ ફ્રી કરવાના ઇરાદાથી તંત્ર દ્વારા ખાલી કરવામાં આવેલી જગ્યા કામ તો શરૂ કરવામાં આવ્યું પરંતુ બિલ્ડરો દ્વારા જે પીપીપી મોડલ ના અંતર્ગત આજે જગ્યાઓ આવી હતી તે જગ્યા ઉપર બાંધકામ પૂર્ણ નહીં કરી હજુ સુધી આશ્રય મેળવવા માટે લોકો તડપી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પી પી પી મોડલ હેઠળ આપવામાં આવેલી કામગીરીને તેનો સમય પૂરો થઈ જવા છતાં તેમની સમય મર્યાદા વધારવામાં આવી રહી છે પરંતુ જે ગરીબો છે તેવો ની વ્યવસ્થા માટે તંત્ર કાંઈ વિચારી રહ્યું નથી.
વરસાદના પાણીનું સંગ્રહ કરવાની વાતો ખોટી
પાલિકા દ્વારા વડોદરા શહેરની 70 થી વધુ સરકારી કચેરીઓમાં રેન વોટિંગ હેરવેસ્ટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના જ્યાં સ્માર્ટ સિટી કંપનીના CEO બેસે છે તે કચેરી ની અંદર જ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉપલબ્ધ નથી એટલે કહી શકાય કે પાલિકાનું અનગઢ વહીવટ ખાતું છે તેમાં સ્માર્ટ સિટી કંપની ની શરૂઆત કરવામાં આવી જીડીસીઆરના નિયમ પ્રમાણે વર્ષ 2017 બાદ બનેલી તમામ સરકારી કચેરીમાં રેન વોટર હાર્વેસ્ટિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે. સ્માર્ટ સિટી કંપની હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે રેન વોટર હાર્વેસ્ટિંગ નું કામ પૂર્ણ થઈ ગયું હોવાનું બતાવાય રહ્યું છે પરંતુ અનેક કચેરીઓમાં દીવાદો અંધારું દેખાઈ રહ્યું છે.
હવે સ્માર્ટ સિટી કંપની સામે પણ સવાલો ઊભા થયા છે કંપનીના 49 પ્રોજેક્ટ માંથી મોટાભાગના પ્રોજેક્ટ અધૂરા છે. તો અનેક પ્રોજેક્ટ બંધ પણ થઈ ગયા છે એટલે લાગી રહ્યું છે તે વડોદરા નું સ્માર્ટ બનાવવાની નહીં પરંતુ માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ આ પ્રોજેક્ટ ની શરૂઆત કરવામાં આવી હતી.
વર્ષ 2017 માં વડોદરા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ નામની એક્ સંસ્થા શરૂ કરવામાં આવી જેની અંદર 49 જેટલા પ્રોજેક્ટ ને પ્રાધાન્ય આપવામાં આવ્યું. જેના થકી વડોદરા શહેરને થરા અર્થમાં સ્માર્ટ કહી શકાય. હાલની પરિસ્થિતિ જેમાં સ્પષ્ટ મળી રહ્યું છે 10 થી વધારે પ્રોજેક્ટ હયાત જ નથી. એટલે કહી શકાય સ્માર્ટ સિટી માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી તે ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થયો કેવી રીતે થયો એ તમામ સવાલો અહીં ઊભા થાય છે. મહત્વનું છે વોટર એટીએમ હોય, ઇ રીક્ષા હોય કે પછી ઈ સાઇકલ હોય આ તમામ પ્રોજેક્ટ ફેલ ગયા છે અને બાળમરણ થયું હોય તેમ દેખાઈ આવે છે. તંત્ર દ્વારા મોટા મોટા કામો અને મોટી મોટી યાદીઓ તૈયાર કરવામાં આવે છે તેમ છતાં જ્યારે કાર્યવાહી કરવાની આવે કામગીરી કરવાની ત્યારે ખરા અર્થમાં કામગીરી નહીં થતા તંત્રને જે મળતી ગ્રાન્ટ ની રકમ છે એ પાણી માં જતી રહે છે.
સ્માર્ટ સીટી અંતર્ગત જે તે સમયે અધિકારીઓ કામ કરી રહ્યા હતા તેઓ ની ભરતી પ્રક્રિયામાં પણ કોઈ જાતની જાહેરાત આપી ન હતી અને પાછલા બારણે પસંદગી કરીને નિમણૂક કરવામાં આવી હતી અને આ અંગેનો પણ વિવાદ થ યો હતો.
