Vadodara

વડોદરા સ્માર્ટ સિટીમાં આર.વી. દેસાઈ રોડ પર ગટરમાંથી ડામર નીકળતાં તંત્રની કામગીરી સામે ફરી સવાલ



વારંવાર સફાઈ છતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત, રહીશોમાં ભારે રોષ
ખાડા, ભુવા અને ગેરમાર્ગે દોરાયેલી કામગીરીથી લોકો ત્રાહિમામ; કાયમી ઉકેલની માંગ ઉઠી

વડોદરા : શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રસ્તા અને ડ્રેનેજની સમસ્યાઓ યથાવત છે. વોર્ડ નં. 13માં આવેલા આર.વી. દેસાઈ રોડ પર તાજેતરમાં પાલિકા દ્વારા વરસાદી ગટરની સફાઈ દરમિયાન ગટરમાંથી ડામરનો જથ્થો બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. કોન્ટ્રાકટર દ્વારા કામ અધવચ્ચે મુકાયું હતું, અને સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં ત્રીજી વખત સફાઈ કરવામાં આવી છે છતાં દર વર્ષે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. રહીશોએ કામચલાઉ નહીં, કાયમી નિરાકરણની માંગ ઉઠાવી છે.



આ સાથે, શહેરમાં સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાનું બજેટ ફાળવાય છે. છતાં રસ્તા પર ખાડા, ભુવા, અને ગટરના ઓવરફ્લો જેવી સમસ્યાઓ સતત રહે છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતાં જ પાણી ભરાવા, વાહનચાલકો અને પદયાત્રીઓ માટે મુશ્કેલી સર્જાય છે. આર.વી. દેસાઈ રોડ સહિત અનેક મુખ્ય માર્ગો પર વારંવાર મરામત છતાં ગુણવત્તાવાળી કામગીરીનો અભાવ જોવા મળે છે.

સ્થાનિકોનું કહેવું છે કે, તંત્ર દ્વારા માત્ર દેખાડૂ કામગીરી કરવામાં આવે છે, જ્યારે ટેકનિકલ રીતે યોગ્ય અને કાયમી ઉકેલ લાવવામાં આવતા નથી. રહીશોએ તંત્રને જવાબદાર ઠેરવી, કામગીરીમાં પારદર્શિતા અને કડક દેખરેખની માંગ કરી છે.

વડોદરા સ્માર્ટ સિટીમાં રસ્તા અને ડ્રેનેજની સમસ્યાઓ સતત લોકોના જનજીવનને અસર કરે છે, અને તંત્ર દ્વારા અસરકારક અને કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકોની માંગ છે.

Most Popular

To Top