Vadodara

વડોદરા : સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડ, ડામરે કોર્પોરેશનની પોલ ઉઘાડી પાડી દીધી

અમિતનગર ઓવરબ્રિજથી રાત્રી બજાર તરફ જતા રોડ પર ડામર ઓગળ્યો

ભાજપના કોઈ નેતા આવનાર હોઈ તે પહેલા રોડનું સરફેસીંગ કરી તેના પર સિલિકોટ કરવામાં આવ્યું હતું

( પ્રતિનિધિ ) વડોદરા તા.19

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વધુ એક વખત પાલિકા તંત્રની પોલ ઉઘાડી પડી છે. તાજેતરમાં જ બનાવાયેલા રોડ પરનો ડામર ઓગળ્યો હતો. અમિત નગર ઓવરબ્રિજ થી રાત્રિ બજાર તરફ જવાના માર્ગ ઉપર અગાઉ ભાજપના કોઈ નેતા આવનાર હોવાથી આ રોડનું સરફેસિંગ કરીને તેના પર સીલીકોટ મારવામાં આવ્યું હતું.

વડોદરા શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા રહ્યા છે. ગરમીના તાપમાનમાં દિવસેને દિવસે વધારો થતા નગરજનો આકરી ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તો બીજી તરફ ગરમી એ કોર્પોરેશનની રોડ બનાવવાની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી હતી.

વડોદરા શહેરમાં ચૂંટણીના કાર્યક્રમો જાહેર થતાં પહેલાં જુદા જુદા વિસ્તારોમાં રસ્તા પર રીકાર્પેટીંગ કરવામાં આવ્યું હતું. જો કે ગરમીના પ્રકોપની સામે રોડ પર કરવામાં આવેલું કારપેટનો ડમર ટકી શક્યો નથી. એક બાદ એક વિસ્તારોમાં ડામર ઓગળી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરના અમિત નગરથી રાત્રી બજાર તરફ જવાના માર્ગ ઉપર તાજેતરમાં જ ભાજપના કોઈ નેતા આવવાના હોવાથી આ રોડ ઉપર સરફેસિંગ કરીને તેના ઉપર સિલિકોટ કરવામાં આવ્યું હતું. આ માર્ગ છેલ્લા એક વર્ષથી ખાડા હોઈ ડિસ્કો રોડ બન્યો હતો. પરંતુ ભાજપના કોઈ નેતા આવવાના હોવાથી આખો રસ્તો નવેસરથી બનાવવામાં આવ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. હાલ ગરમીના પ્રકોપે રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડી હતી. અમિત નગર ઓવરબ્રિજ થી રાત્રિ બજાર તરફ જવાના માર્ગે ડામર ઓગળી જતા વાહન ચાલકોમાં સ્લીપ ખાઈ જવાની ભીતિ સેવાઈ છે.

Most Popular

To Top