ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળનાં ઉપપ્રમુખના ઘરે સ્માર્ટ મીટરને શાસ્ત્રોક્ત વિધિ કરી આપ્યો આવકાર :
ગુજરાતના દરેક ગામ શહેર સ્માર્ટ બની રહ્યા છે, તો સ્માર્ટ વીજ મીટર કેમ નહીં ? : પૃથ્વીરાજસિંહ ગોહિલ
( પ્રતિનિધિ )વડોદરા,તા.7
અમારૂં શહેર સ્માર્ટ,અમારાં મોબાઈલ સ્માર્ટ,અમારૂં કામ સ્માર્ટ,તો વીજ મીટર સ્માર્ટ કેમ નહીં એ વિચાર સાથે વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળનાં ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલનાં ઘરે સ્માર્ટ મીટર લગાવતાં મીટરનું સામૈયું કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે મારા ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું. મને એવું થયું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના દરેક ગામ અને અને શહેરો સ્માર્ટ બનવા તરફ જઈ રહ્યા છે. ત્યારે ત્યારે વીજળી માણસની પહેલી જરૂરિયાત છે. હાલ આપણે જોઈએ છીએ કે દિવસેને દિવસે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ મોબાઈલ આવ્યા છે. સ્માર્ટ પેટર્ન અપનાવી રહ્યા છીએ. સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે આ સ્માર્ટ મીટર દરેકના ઘરે હોવું જરૂરી છે. કારણ કે જો સ્માર્ટ મીટર હશે તો વીજ માળખાની અંદર જરૂરી વીજ કંપની ફેરફાર કરી શકશે. કારણ કે હવે દિવસેને દિવસે વીજ માંગ વધી રહી છે. એટલે વીજ માળખામાં પણ ફેરફાર કરવો અતિ આવશ્યક છે. જે સ્માર્ટ મીટર થકી સંભવ છે.

સ્માર્ટ મીટરથી બીજો એક ફાયદો એ છે કે સરકારે જાહેરાત કરી એ મુજબ સવારેથી બપોરના ત્રણ વાગ્યા સુધી રીડિંગમાં 0.40 પૈસાની રાહત મળે છે.બીજું એ કે ઘણીવાર એવું થાય કે આપણે લાઈટ બિલ ભૂલી ગયા હોય કે કદાચ સમયની વ્યવસ્થાના કારણે ભરાયું ન હોય પછી આપણને વ્યાજ લાગે છે. બાકી બીજ બીલમાં એ 15% વ્યાજની રકમ આપણે ભરવી નહીં પડે. બીજી વસ્તુ કે ગ્રાહકોને અત્યાર સુધી બબ્બે મહિના બિલ આવતું હતું. ત્યારે આની અંદર ગૃહિણીનું જે બજેટ રહેતું ન હતું. એની જગ્યાએ હવે આ સ્માર્ટ મીટર લાગવાથી હવે ડે ટુ ડેના કંઝપ્શન મોબાઇલમાં આવી શકશે. એટલે ગૃહિણી બજેટ પણ નક્કી કરી શકશે. એટલે સ્માર્ટ મીટર ખૂબ જ આવશ્યક છે. હું ગુજરાતની જનતાને એટલું કહેવા માંગુ છું કે, ગુજરાત જ્યારે પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે સ્માર્ટ સીટીનો સંકલ્પ સિદ્ધ કરવો હોય તો સ્માર્ટ મીટર આપણે લગાડવું ખૂબ જરૂરી છે. આ સામૈયું એટલે કર્યું છે કે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં એવી અફવા ફેલાવે છે કે સ્માર્ટ મીટરથી વધારે બિલ આવે છે. સ્માર્ટ મીટર હાનિકારક છે. સ્માર્ટ મીટરથી ડબલ બિલ થઈ જાય છે. પૈસા કપાઈ જાય છે. એ બધી અફવા છે. પીજીવીસીએલની દરેક કચેરી ની અંદર સ્માર્ટ મીટર છે. એ ગ્રાહક જોઈ શકે,અનુભવથી આગળ વધી શકે. બાકી વાત ઉપર કે અંધવિશ્વાસ અને વાતો કરવાથી ઇતિહાસ ક્યારે રચાતા નથી. એટલે મને સામૈંયુ કરીને લોકોને પ્રેરિત કરવાનો વિચાર આવ્યો હતો.

અમારા એક કર્મચારી છે. પેટા વિભાગીય કચેરીના એમના ઘરે જોઈ શકો છો કે આજે સ્માર્ટ મીટર લગાવવાનો કાર્યક્રમ હતો. એટલે સ્માર્ટ મીટરને આવકારવા માટે એક સામૈયું એમના દીકરી દ્વારા કરવામાં આવ્યું, કંકુ ચોખા કરવામાં આવ્યા અને એવો સંદેશો આપવા માંગીએ છીએ કે, આ દરેકે અપનાવવા જેવું છે. જ્યારે આખો સમાજ સોસાયટી આપણો દેશ સ્માર્ટ રીતે કામ કરી રહ્યો છે તો સ્માર્ટ મીટર દરેકે ખુશી ખુશી અપનાવ વું જોઈએ. એ સંદેશો પહોંચે એના માટે આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમ ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા જણાવાયુ હતું.
