Vadodara

વડોદરા : સ્માર્ટ મીટર સામે વધતો જતો આક્રોશ, મીટરનું બેસણું રાખ્યું !!

સુભાનપુરા વીજ કચેરી ખાતે શ્રી રામ જય રામ જય જય રામની ધૂન બોલાવી :

બમણું બીલ આવતા લોકોની કફોડી હાલત :

( પ્રતિનિધિ ) વડોદરા તા.3

સ્માર્ટ મીટરને લઈને વડોદરામાં વિરોધ યથાવત જોવા મળ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ત્રસ્ત લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે વડોદરા લોકોએ સ્માર્ટ મીટર નહીં લગાવવા પર પોતાનો આવાજ બુલંદ કર્યો છે. ત્યારે લોકોએ સુભાનપુરા વીજ કચેરી ખાતે મીટરનું બેસણુ યોજી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. મીટરનું બેસણુ યોજી જુના મીટર ઉપર હાર પહેરાવી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું છે. લોકોના આક્ષેપ છે કે, સ્માર્ટ મીટર એ ચીટર મીટર છે. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એમજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા નવા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે આજે પણ યથાવત જોવા મળ્યો હતો. લોકોના વિરોધ બાદ સરકારે હાલ સ્માર્ટ મીટર લગાવવા ઉપર બ્રેક તો મારી દીધી છે.

હાલમાં જે લોકોના ઘરોમાં આ સ્માર્ટ મીટર લાગ્યા છે, તેવા લોકો કફોડી હાલતમાં મૂકાયા છે. દર બે ત્રણ દિવસે રિચાર્જ પૂરું થઈ જતું હોવાનું લોકોનું કહેવું છે. જૂના મીટરની સરખામણીએ આ સ્માર્ટ મીટરના કારણે બમણું બિલ આવવા લાગ્યું છે. અમે અરજી કરીને થાકી ગયા છે, છતાં પણ અમારા ઘરે લાગેલા સ્માર્ટ મીટર બદલવામાં આવતા નથી. સામાજિક આગેવાન વિરેન રામીએ જણાવ્યું હતું કે , સુભાનપુરા એમજીવીસીએલ ખાતે અમે લોકો પશ્ચિમ વિસ્તારની બહેનો છે. એમના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. આજે સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરી દીધું છે, પણ જે લોકોના ઘરોમાં સ્માર્ટ મીટર લાગેલા છે. એ મીટર બહુ ફાસ ફરી રહ્યા છે. આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે અમારી માંગ છે કે તાત્કાલિક અસરથી આ જૂના મીટરો અમને પાછા આપે સ્માર્ટ મીટરની અમારે જરૂર નથી.

Most Popular

To Top