પ્રતિનિધિ વડોદરા તા.4
જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્પોર્ટસ બાઇકની 13 બેટરીઓની ચોરી કરનાર ત્રણ ચોરને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 13 બેટરી અને મોબાઈલ મળી રુ.54 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા આવેલા ઇશાન કોમ્પલેક્ષમાં અલગ અલગ ઓફીસમા નોકરી કરતા કર્મચારીનાઓની સ્પોર્ટસ બાઇકોની અલગ અલગ કંપનીની મોંઘી બેટરીઓની 26 સપ્ટેમ્બર 2024 ના રોજ ચોરી થઈ હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસની ટીમ આ બેટરી ચોરને ઝડપી પાડવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે બેટરી ચોર રિક્ષામાં આવી ટુ વ્હીલરમાંથી વાયરો કાપી નાખ્યા બાદ બેટરીની ચોરી કરનાર કિશન આશીષ (રહે. નહેરુનગર, સંજયનગરની બાજુમાં અસોરા મોલની પાછળ, સમા), રોનક કશ્યામલાલ અગ્રવાલ (રહે.ફતેગંજ પોલીસ સ્ટેશન પાલ, ફતેગંજ, વડીદરા) અને રાજેશ જગદીશ શાહ (રહે. કારેલીબાગ વડોદરા શહેર)ની હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સના આધારે ઝડપી પાડયો હતો. જેથી પોલીસે તેમની પાસેથી રીક્ષા, મોબાઈલ અને અલગ અલગ બાઈકની 13 બેટરી 54 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.