Vadodara

વડોદરા : સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા 9 એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલની આંતરિક બદલી

પ્રતિનિધિ વડોદરા તારીખ 23
છેલ્લા ઘણા સમયથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં એટેચમાં ફરજ બજાવતા નવ જેટલા એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલની પોલીસ કમિશનર દ્વારા આંતરિક બદલી કરીને વિવિધ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમમાં એટેચમાં  તાજેતરમાં જ નવા એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલની ટ્રાન્સફર કરવામાં આવી હતી. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ તમામ કર્મચારીઓ એસઓજીમાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધીનું પરફોર્મન્સ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પર્ફોર્મન્સ જોવામાં આવ્યું હતું પરંતુ આ નવ જેટલા પોલીસ કર્મચારીઓ સંતોષકારક કામગીરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમમાં નહીં બચાવી શકતા નવ જેટલા એ.એસ.આઇ અને કોન્સ્ટેબ એ.એસ.આઇ અનિરુદ્ધસિંહ મહેન્દ્રસિંહ, પુષ્પકસિંહ નટવરસિંહ અને મનોજકુમાર રામકૃષ્ણ તથા અનઆર્મ હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ રતનસિંહ, વિજયસિંહ અમિતકુમાર ચુનીલાલ, અર્જુનસિંહ ચંદનસિંહ, ચંદ્રકાંત રાજેશ, બાબુ જીવણભાઈ દિલીપરાવ ની પોલીસ કમિશનર દ્વારા આંતરિક તરિક બદલી કરી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.

Most Popular

To Top