વડોદરા મહાનગરપાલિકા આજરોજ મળેલી સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ સભ્યો સાથે કેટલાય કામોને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે અમુક કામોને ના મંજૂર અને મુલતવી રાખવામાં આવ્યા હતા. જે સંદર્ભે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો જેમાં વોર્ડ નંબર 7 કાઉન્સિલર બંદીશ શાહ અને નીતિન (મામા) વચ્ચે પોતાના વિસ્તારના કામો માટે વડોદરાના વિકાસના કામો માટે મંજૂરી ના મંજૂર અને મુલતવી સંદર્ભે શાબ્દિક બોલાચાલી થઈ હતી . જે ઉગ્ર સ્વરૂપ પકડી કમિટી ના સભ્યો સામે મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી . જેને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વચ્ચે રહીને બંનેને શાંતિ રાખવા જણાવેલું હતું. આ ઉઘરે બોલાચાલીમાં બસ માત્ર એક બીજા પર હાથ ઉપાડવાનો રહી ગયો હતો. આ જોઈને એમ જણાઈ આવે છે પાલિકાના કાઉન્સિલરો પોતપોતાની મનમાની હેઠળ કામ કરી રહ્યા છે. પ્રજાની ચિંતા નથી નીતિન મામાએ કામ મંજૂર કરવા માટે જણાવેલું ત્યારે કાઉન્સિલર બંદીશે કામ મલતવી રાખવા જણાવતા વિવાદ થયો હતો.
વડોદરા: સ્થાયી સમિતિમાં બે કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી, મારામારી થતાં રહી ગઈ
By
Posted on