Vadodara

વડોદરા : સ્કૂલ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી, આવતી કાલે હડતાળ, શહેરના ચાલકો હડતાળમાં નહિ જોડાય

વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય :

તમે અમારી પાસે આવો, ના કામ થાય તો અમે તમારા માટે છે,ની શહેર ભાજપ અધ્યક્ષે ચાલકોને આપી બાહેધરી :

( પ્રતિનિધિ ) વડોદરા તા.17

સ્કૂલ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલે અમદાવાદમાં બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના સ્કૂલ વાહન ચાલકોએ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં આ હડતાલમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે.

નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે તંત્રના વલણને કારણે કુલ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વિવિધ કારણોસર આ સ્કૂલ વાહન ચાલકોને સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ કાર્યવાહી સામે રાજ્યભરના સ્કૂલ વાહન ચાલકો રોષે ભરાયા છે. આવતીકાલે રાજ્યભરમાં હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના સ્કૂલવાન ચાલકોએ વિદ્યાર્થી અને વાલીઓના હિતમાં આ હડતાલમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે. વડોદરા શહેર સ્કૂલ વાહન ચાલક એસોસિએશનના અગ્રણી ચંદ્રકાંત શાહે જણાવ્યું હતું કે, માંજલપુર કોર્પોરેશનના બાગની અંદર કંચનબાગ ની અંદર અમે સ્કૂલ વર્ધી ભરતા તમામ વાહનોના ચાલકોને બોલાવીને એક મીટીંગ રાખવામાં આવી હતી. એના અનુસંધાનમાં આવતીકાલે જે અમદાવાદની અંદર હડતાલનું એલાન આપવામાં આવેલું છે, તેને અમે માન્ય કરીએ છીએ. પણ હાલ પૂરતો અમે વડોદરા સંસ્કારી નગરીમાં બાળકોનું ભણતર હમણાં ચાલુ થયું છે. કોઈપણ જાતની એમને તકલીફ પડે નહીં વાલીઓને પણ કોઈ તકલીફ પડે નહીં વાલીઓનો પણ હંમેશા સહકાર મળે અને અમે હડતાલમાં જોડાવા અત્યારે માંગતા નથી. RTO અધિકારી ભાજપના શહેર પ્રમુખ વિજય શાહ પાસે પણ માંગણી કરેલી છે, તેઓએ પણ અમને બાહેધરી આપેલી છે કે તમે અમારી પાસે આવો ના કામ થાય તો અમે તમારા માટે છીએ અને આ બાહેધરી આપેલી છે. આરટીઓએ પણ અમને કહેલું છે. બે પાંચ દિવસની અંદર તમારો નિર્ણય અમે લાવી દઈશું. માટે અમે જે આવતીકાલની હડતાલનું જે અમદાવાદથી એલાન આપવામાં આવ્યું છે. એને અમે અત્યારે સમર્થન નથી આપતા અને આવતીકાલથી દરેક વાહન ચાલકો પોતપોતાની રોજીરોટી ગુમાવે નહીં, કોઈ પણ વાહન ચાલકને નુકસાન થાય નહીં એના માટે અમે આ નિર્ણય લીધો છે.

Most Popular

To Top