Vadodara

વડોદરા : સોશિયલ મીડિયાથી મિત્રતા કેળવ્યા બાદ ઠગ યુવકે યુવતી પાસેથી પડાવ્યા લાખો રૂપિયા……


સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકે વડોદરામાં રહેતી યુવતી સાથે મિત્રતા કેળવી હતી.ત્યારબાદ ઠગે વિવિધ બહાના હેઠળ યુવતી પાસેથી ઓનલાઇન દ્વારા રુ. 2.62 લાખ પડાવી છેતરપિંડી આચરી હતી. જેથી યુવાતી એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં રહેતી અને પ્રાઇવેટ નોકરી કરતી એક મહિલાને ગત માર્ચ મહિનામાં સોશિયલ મીડિયાની આઈડી sohn_yun432 ઉપરથી મેસેજ આવ્યો હતો.જે પ્રોફાઈલમા એક પુરૂષનો ફોટો હતો તે વ્યક્તી સાથે મહિલાને વાત થતા તેણે પોતાનું નામ sohn yunmin આપ્યું હતુ. ત્યારબાદ બંને વચ્ચે થોડા દિવસ સોશિયલ મીડિયા આઇ.ડીના માધ્યમથી વાતચીત થતી હતી. જેમાં સામાવાળાએ જણાવેલ કે તેઓ કેમીકલ એન્જીનીયર છે અને અમેરીકાથી છે અને યુનાઇટેડ કિંગડમમાં હાર્બર એનર્જીમાં ફ્રીલેન્સર તરીકે કામ કરે છે. આસામ ખાતે દિગ્બોઈ પ્લાન્ટ્ ખાતે નોકરી કરવા પણ આવવાનો છે. જેથી ફરીયાદીને ધીરે ધીરે તેના પર વિશ્વાસ આવવા લાગ્યો હતો અને ત્યારબાદ તેણે યુવતી પાસે તેમનો મોબાઇલ નંબર માંગયો હતો. જેથી ફરીયાદીને તેમનો નંબર આપતા યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત કરતો હતો. જેમાં યુવતીએ એકવાર યુવકને ગિફ્ટ આપવાની વાત કરી હતી. ત્યારબાદ ઠગ યુવકે યુવતી પાસેથી અલગ-અલગ બહાના બનાવી ઓનલાઇન માધ્યમથી રૂ. 2.62 લાખ ટ્રાન્સફર કરાવડાવી છેતરપિંડી આચરી હતી.

Most Popular

To Top