પ્રતિનિધિ વડોદરા તા.31
વડોદરા સોમાતળાવ વિસ્તારમાં ડ્રેનેજના ચેમ્બરમાંથી મૃત હાલતમાં નાના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે.પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બાળકને બહાર કાઢીને એસએસજીમાં પીએમ માટે ખસેડ્યો છે. પોલીસ દ્વારા આ બાળક કોણ ડ્રેનેજમાં નાખી ગયું તેની તપાસ શરૂ કરાઇ છે.
શહેરના સોમાતળાવ વિસ્તારમાં આવેલા ગેસના ગોડાઉનના ડ્રેનના ચેમ્બરમાંથી નાના બાળકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. ડ્રેનેજ ભરાઇ જવાના કારણે ફરિયાદ કરતા કર્મચારીઓ સફાઇ કરવા માટે ગયા હતા. ત્યારે ડ્રેનેજના પાણીમાં બાળક મૃત હાલત પડેલું જોવા મળ્યું હતું. બાળકનો મૃતદેહ મળ્યો હોવાની વાત વાયુવેગે ફેલાતા સમગ્ર વિસ્તારમાંથી લોકોના જોવા માટે લોકોના ટોળા જામ્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બાળકના મૃતદેહને બહાર કાઢીને એસએસજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ બાળક ડ્રેનેજમાં કોણ ફેંકી ગયું હતું ઉપરાંત બાળકના માતા પિતાની શોધખોળ હાથ ધરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાળક તાજુ જન્મેલુ હોવાનું સ્થાનિક લોકોમાંથી જાણવા મળી રહ્યું છે.