Vadodara

વડોદરા: સેવાસી પ્રિયા ટોકીઝ રોડ સ્થિત શિશુ ગરબામાં ઝેરી કોબ્રા સાપ નિકળ્યો

બીજા નોરતે અહીં આશરે એક હજાર બાળકો ગરબે ઘૂમતા હતા


(પ્રતિનિધિ) વડોદરા તા.23

શહેરના ગોત્રી સેવાસી રોડ પર પ્રિયા ટોકિઝ રોડ ઉપર શિશુ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં બીજા નોરતે ચાલુ ગરબે અચાનક સાપ નિકળતાં બાળકોની સુરક્ષા અંગે વાલીઓ ચિંતિત બન્યા હતા. અચાનક સાપ દેખાતા બાળકો ડરી ગયાં હતાં જો કે કેટલાક લોકો સમયસૂચકતા વાપરી સાપને પકડી બોટલમાં ભરી લઇ ગયા હતા.

શહેરમાં હાલ આસો સુદ શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે.શહેરમા અનેક નાના મોટા ગરબા આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંના એક બાળકો માટે શહેરના ગોત્રી – સેવાસી કેનાલ રોડ ખાતે શિશુ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાયક વૃંદ રિષભ દોશી અને ગૃપ દ્વારા ગરબા રમાડવામાં આવી રહ્યા છે.

અહીં ગરબાના પાસ માટે રૂ.2100 લેવામાં આવ્યા છે પરંતુ ગરબા મેદાનમાં ફાયર સેફ્ટી સૂવિધા સુધ્ધાં ઉપલબ્ધ નથી. અહીં બીજા નોરતે અંદાજે એક હજાર જેટલા બાળકો ગરબાના તાલે ગરબા રમી રહ્યા હતા, તે દરમિયાન અચાનક એક ઝેરી સાપ નિકળતાં બાળકો ડરી ગયાં હતાં અને શોર મચાવ્યો હતો. જેના કારણે વાલીઓ ચિંતિત બન્યા હતા. અહીં ફાયર સેફ્ટી શુધ્ધા નથી છતાં પણ તાલુકા પોલીસ અને ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા કેવી રીતે મંજૂરી કે પરવાનગી આપવામાં આવી છે? જો કોઇપણ પ્રકારની આકસ્મિક ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ?

ઝેરી સાપ નિકળતાં જ બાળકો ભયના ઓથાર હેઠળ આવી ગયા હતા જો કે કેટલાક લોકો સમયસૂચકતા વાપરી સાપને પકડી એક બોટલમાં પૂરી લ ઇ જતાં સૌના જીવમાં જીવ આવ્યો હતો.

Most Popular

To Top