Vadodara

વડોદરા : સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને ઘી-કેળા,જીકાસની નીતિથી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા

MSWના 919 વિદ્યાર્થીમાંથી 438 અને MHRM માટે 1035 વિદ્યાર્થી માંથી 392 પરીક્ષા આપી નહિ શક્યા :

તાકીદે આ કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિને રદ કરવા સેનેટ મેમ્બરની માંગ :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.4

સરકારે કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ, નામે જીકાસ શરુ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને રમણે ચઢાવ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓનો રઝળપાટ વધ્યો છે અને ત્રાહિમામ પોકારી રહ્યા છે. પચરંગી અને પ્રપંચી જીકાસે પ્રત્યેક ફેકલ્ટીમાં હાહાકાર મચાવ્યો છે. સેંકડો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. રૂપિયા કમાવવા અને પ્રવેશમાં વિલંબ સર્જીને સેલ્ફ ફાઈનાન્સને ઘી કેળા કરાવવાની આ સરકાર નીતિના કારણે ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં રોજબરોજ અથડામણો શરુ થઇ છે, તેથી સરકારે તાકીદે આ કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિને રદ કરવી જોઈએ તેવી માંગણી સેનેટ મેમ્બરે કરી છે.

મસયુના સેનેટ મેમ્બર કપિલ જોષીએ જણાવ્યું હતું કે , હું ફેકલ્ટી ઓફ સોસીયલ વર્કનો સેનેટ મેમ્બર છું અમારી ફેકલ્ટીમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક અને માસ્ટર ઓફ હુમન રિસોર્સ મેનેજમેન્ટ 12/06/2024 સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને એકાએક તારીખ 16/06/2024 ના રોજ પ્રવેશ પરીક્ષા જાહેર કરવામાં આવી ! શું બહારનાં વિધાર્થીઓને આટલા દિવસોમાં આવવાનું ફાવે ? વળી, આ તારીખો જીકાસ પર જ મુકવામાં આવી હતી તેથી અડધોઅડધ વિધાથીર્ઓએ પરીક્ષા આપી શક્યા નથી.MSW 919 વિધાથીર્ઓ એ પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 438 વિધાથીર્ઓ પરીક્ષા આપ્યા વિના રહી ગયા.પરીક્ષાના દિવસે જ કેટલાક ને જાણ થતા વિદ્યાર્થીઓ દોડાદોડ કરતા એકાએક આવ્યા હતા.એવી જ રીતે MHRM માટે 1035 વિધાથીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 392 વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપી શક્યા નથી. આ વિદ્યાર્થીઓના ભાવી સાથે અક્ષમ્ય ચેડાં છે.હું ફેકલ્ટીના સેનેટ મેમ્બર તરીકે વડોદરાના ચૂંટાયેલા ધારાસભ્યો ને અપીલ કરું છું પરીક્ષા પુનઃ લેવાવી જોઈએ કારણ કે આવી જી’કાસ કઢંગી નીતિ અને લાલિયાવાડીને લીધે વિદ્યાર્થીઓ ભારે નુકશાન થયું છે આ ધારાસભ્યો પાપના ભાગીદાર બન્યા છે.બીજું, અમારી ફેકલ્ટીમાં પરંપરાગત રીતે MSW,MHRM,PGDHRM,PGIRPM ની પરીક્ષાઓ એવી રીતે લેવાતી જેમને માસ્ટરમાં પ્રવેશ ન મળે તો ડિપ્લોમા કરી શકતા હતા. આમ, પસંદગીને અવકાશ હતો અને વિકલ્પો પ્રાપ્ત હતા. જીકાસે આ વખતે પરીક્ષાનું આયોજન એવું કઢંગુ કર્યું કે વિદ્યાર્થીઓ ને પસંદગીનો અવકાશ ન મળ્યો ઉપરાંત વિકલ્પો નો લાભ ન મળ્યો પરીક્ષાનું આયોજન પરંપરાગત રીતે કરાયું નથી જેનો બોજો વિદ્યાર્થીએ ભોગવવો પડ્યો છે. એ અર્થમાં આ વખત ની પ્રવેશ પદ્ધતિ વિદ્યાર્થી વિરોધી રહી છે અને જેના કારણે નાગરિકોએ પોતાના સંતાનોને મોંઘીદાટ સેલ્ફ ફાઈનાન્સ કોલેજને ફી ભરી ને ભણાવવા પડશે. જો આ સરકારને ઉચ્ચશિક્ષણની ગંભીરતમા થોડો પણ રશ બચ્યો હોય તો તાકીદે આ કેન્દ્રીય પ્રવેશ પધ્ધતિ પડતી મૂકીને, પરીક્ષા પુનઃ લઈને જે પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ રહી ગયા છે.તેમને પ્રવેશ આપવો જોઈએ. જો એમ કરવામાં ભાજપ ની સરકાર નિષ્ફળ જશે તો શિક્ષણ વાછું યુવાનોમાં રોષ પેદા થયો છે તેના પરિણામો ખુબ ખરાબ આવશે.

સ્થાનિક વિદ્યાર્થીઓને 55 ટકા પર એડમિશન આપવા માગ :

એફવાય બીકોમ હોનર્સ માટે જયારે બીજું મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, ત્યારે વડોદરા શહેરના સ્થાનિક વિધાર્થીઓ જે જનરલ કેટેગરીથી આવતા હોય તેમના માટે 61.60 % ક્રાઈટેરિયા જાહેર કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના વીસી દ્વારા જે રીતે ફેકલ્ટી ઓફ કોમર્સમાં 95% જેટલી સીટો વડોદરાના સ્થાનિક વિધાર્થીઓને આપવામાં આવી છે. જેના ભાગરૂપે 1450 જેટલી સીટો વડોદરાના સ્થાનિક વિધાર્થીઓ માટે વધારવામાં આવી હતી અને તેમને એડમિશન આપવામાં આવ્યું. પરંતુ હજુ અમુક ઘણી સીટો બાકી હોય ત્યારે વડોદરા શહેર ના સ્થાનિક વિધાર્થીઓ જે લોકો ના 55% ધો.12 બોર્ડમાં આવ્યા છે. તેવા દરેક વિદ્યાર્થીઓ દ્વારા જીકાસ પર પ્રવેશ મેળવવા ઓનલાઇન પ્રક્રિયા કરી છે. તો તેવા દરેક સ્થાનિક વિધાર્થીઓ માટે વહેલી થી વહેલી તકે મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તારીખ જાહેર કરવામાં આવે તેવી કોમર્સ ફેકલ્ટી ડીનને આવેદનપત્ર પાઠવી માંગણી કરી છે : પંકજ જયસ્વાલ, AGSU

વિદ્યાર્થી એકતા છે ચૂપ બેસે નહિ આગળ પણ વીસી અને મેનેજમેન્ટ સામે લડતું રહેશે :

તોડફોડની કોઈ વાત જ ન આવે ત્યાં વિદ્યાર્થીઓ રજૂઆત માટે ગયા હતા. યુનિવર્સિટીના સત્તાધીશો હતા. ત્યાં પોલીસ હતી અને દુનિયાભરની પોલીસને બોલાવીને વિદ્યાર્થીઓને રોકવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓનો અવાજ હતો. વિદ્યાર્થીઓ તેમનો અવાજ વીસી પાસે મૂકવા માટે ગયા હતા, પણ આ વીસી પોલીસને આગળ કરીને અવાજ દબાવતી હતી. પણ આ વિદ્યાર્થી એકતા છે.પણ જોઆ વીસી આવી રીતે અમારો અવાજ આતંકવાદી અમને સમજીને દબાવવાનો પ્રયાસ કરશે. તો આ વિદ્યાર્થી નેતાઓ છે આ વિદ્યાર્થી એકતા છે અમે આવી રીતે ચૂપ નહીં બેસીએ. આનાથી પણ ભૂતકાળમાં ઉગ્ર આંદોલન થયા હતા કોઈપણ વીસીએ આવું વલણ કર્યું નથી. પણ આજે જ્યારે આ નવા અને બહારના વીસી આવીને જ્યાં એમની મનમાની હિટલરશાહી કરી રહ્યા છે. અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે,પણ આ જે વિદ્યાર્થી એકતા છે એ ચૂપ નહીં બેસે અગાઉ પણ જરૂર પડશે તો બધા વિદ્યાર્થીઓ સાથે રહીને વીસી પ્રત્યે આંદોલન કરતું રહેશે અને આવા રાયોટિંગના ગુના નાખીને આ જે વિદ્યાર્થી સંઘ છે વિદ્યાર્થી એકતા છે એ ચૂપ બેસે નહીં અને વીસી સામે અને મેનેજમેન્ટ સામે લડતું રહેશે : અમર વાઘેલા,પ્રમુખ, NSUI

Most Popular

To Top