વડોદરા તા. 19
ડભોઇ રોડ પર રહેતા ડિઝાઇનર એન્જિનિયરિંગ પોતાની કાર ઓનલાઇન મૂકી હતી. દરમિયાન એક શખ્સ બોગસ આધારકાર્ડ લાઇસન્સ મૂકીને કાર સેલ્ફ ડ્રાઇવ માટે લઈ ગયો હતો. ત્યારબાદ કાર પરત નહીં કરીને બારોબાર માલિકની જાણ બાદ ગીરવે તથા વેચાણ કરી નાખી હતી. વારંવાર ફોન કરવા છતાં મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી કાર માલિકે કાર ભાડે ફેરવવા લઈ જનાર ઠગ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ડભોઇ રોડ પર પરીખ એસ્ટેટની બાજુમાં મહાનગર સોસાયટીમાં રહેતા રૂદ્ર અશ્વિનભાઈ પરમારે ફરીયાદ હું હાલ પોર જીઆઈડીસી રમણ ગામડી ખાતે શારદા ઇન્ડસ્ટ્રીઝમાં ડીઝાઇન ઈન્જીનીયર છું. ગત જાન્યુઆરી માસમાં મારા પિતાજી અશ્વિનભાઇએ કાર ખરીદ કરી હતી. ત્યારબાદ ઝુમકાર એપ્લીકેશનમાં લોગીન કરી કારના ફોટા ઓનલાઇન મૂક્યા હતા. ઓક્ટોબર મહિના સુધીમાં અલગ-અલ 120 ઓર્ડર પડયા હતા. ત્યારબાદ મારા મોબાઈલ ઉપર એક મેસેજ આવ્યો હતો. જેમાં ઓનલાઇન મૌહમંદઅલીના નામથી ત્રણ દિવસનું બુકિંગ કરાવ્યું હતું. તેઓએ 16 ઓક્ટોબરના રોજ મારા ઘરે મહમંદઅલી નાસીર શેખ પોતાનું આધરકાર્ડ તથા લાઇસન્સ મને મોકલી આપ્યા હતા અને મે તે વખતે કહ્યું હતું કે ચહેરો મળતો નથી. ત્યારે તેણે મને માર આધારકાર્ડ તથા લાઈસન્સમાં મારો જૂનો ફોટો છે. જેના કારણે ફોટો મળતો નથી. બાદમાં મારી કાર આપી હતી. 18ઓક્ટોબરે સવારના મે ફોન કરી ગાડી પરત લાવવાનું કહેતા વધુ બે દિવસ બાદ કાર પરત આપી હતી. જેનું ભાડું રૂ.17 હજાર જમા થયા હતા. ત્યારબાદ મોહમંદઅલી એન શેખ નામથી બુકીંગ કરાવી લઈ ગયો હતો. 25 ઓક્ટોબરના રોજ રાત્રીના મહમંદમથી નાસીર શેખનું બુકીંગની સમય અવધી પુર્ણ થતા તેને ફોન કરી ગાડી ક્યારે પરત કરશો તેવુ કહેતા તેઓએ કામમાં અટવાઈ ગયો છું કાલે પરત આપી જઈશે. ત્યારબાદ અમોએ તેઓને રોજ-રોજ અલગ-અલગ સમયે ફોન કરતા બંધ આવતો હોય વોટસએપ કોલ કરતા તેને ગાડી બગડી જતાં રાજસ્થાન બાસવાડા ખાતે ગેરેજમાં મુકીને હું પરત વડોદરા ખાતે આવી ગયો છું. મે ગેરેજવાળા સાથે વાત કરતા હાલ દિવાળી તેહવાર ગેરેજ બંધ છે.હું તમારી બલેનો ગાડી દિવાળી પછી પરત આપી જઈશ. ત્યારબાદ તેઓનો મોબાઇલ ફોન બંધ આવતા અને ઝુમકાર એપ્લીકેશમાં મારફતે રિપોર્ટ કર્યો હતો કે અમારી કાર ચાલુ બુકીંગ પરથી હજુ પરત આવી નથી અને જીપીએસનું લોકેશન ચેક કરતા છેલ્લુ ગાડીનું લોકેશન વડોદરા ખાતેનુ બતાવતા હતું. જે કાર લઈ ઇસમને વારંવાર ફોન કરતાં ઉપાડતો ન હતો અને સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે મારી લઈ જનાર બતાઉર રહેમાન ઉર્ફે અંતો સાકીર મેમણ (રહે. તાંદલજા વડોદરા)નો હોવાનું જાણવા મળ્યું છે. આ અતાઉર રહેમાન ઉર્ફે એતો સાકીર મેમણ અમારી પાસેથી આવી મહમંદઅથી નાસીર શેખના નામનું આધારકાર્ડ તથા લાઇસન્સ બતાવી કાર લઈ ગયો હતો અને અમારી ગાડી ગીરવે કે વેચાણ કરી નાખી છે. જેથી અતાઉર રહે માન ઉર્ફે અતો સાકીરભાઈ મેમણ 8 લાખની કાર સેલ્ફ ડ્રાઈવ માટે ભાડે લઈ ગયા આજદિન પરત નહીં આપી અમારી સાથે છેતરપિંડી કરી છે. જેથી પોલીસે આ ઠગને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા : સેલ્ફ ડ્રાઈવના બહાને ભાડે ફેરવવા લીધેલી કાર ઠગે બારોબાર વેચી નાખી
By
Posted on